For Personal Problems! Talk To Astrologer

મીન વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષમાં તમારા પ્રણય સંબંધોમાં એકંદરે સુલેહ જળવાઇ રહેશે અને પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ક્યાંક લાંબા પ્રવાસનું આયોજન પણ થઇ શકે છે. ફેબ્રુઆરીના મધ્ય પછીના તબક્કામાં ખાસ કરીને નવા સંબંધોની શરૂઆત કરવામાં કોઇ અગમ્ય કારણથી વાત અટકી જાય અથવા વિલંબમાં પડે તેવી શક્યતા છે. શરૂઆતના સમયમાં તમે પ્રોફેશનલ સંબંધોમાં વધુ ધ્યાન આપશો જેના કારણે પ્રિયપાત્રને કદાચ ઓછો સમય આપો તેવું બની શકે છે. આ વર્ષમાં પરિવાર સાથેના સંબંધોમાં સાચવવું પડશે. તેમાં પણ ખાસ કરીને મહિલાવર્ગ સાથે કોઇપણ ચર્ચા દરમિયાન સમાધાનકારી નીતિ રાખવી આવશક્યક છે. ફેબ્રુઆરીથી પ્રેમસંબંધોમાં તમે થોડા ધીમા પડશો. મુલાકાતોમાં વિલંબ થાય તેવી શક્યતા છે. જીવનસાથીની શોધમાં પણ વિઘ્ન અને વિલંબની શક્યતા છે. જોકે, એપ્રિલથી જુલાઇ સુધીના ચરણમાં કોઇ વિજાતીય મિત્ર સાથે પ્રેમસંબંધોની શરૂઆત થવાની શક્યતા નકારી શકાય નહીં. વર્ષના છેલ્લા ચરણમાં મિત્રો સાથેના સંબંધોમાં થોડા નિરાશ થવું પડે. નવી મૈત્રી માટે સપ્ટેમ્બર પછીનો સમય સાચવવા જેવો છે.
#

Trending (Must Read)

મીન સાપ્તાહિક ફળકથન – 31-05-2020 – 06-06-2020

મીન માસિક ફળકથન – Jun 2020

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર

વધુ જાણો મીન