For Personal Problems! Talk To Astrologer

મીન વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2019)

આ વર્ષની શરૂઆતમાં આપને ત્વચા અથવા ગરમીના દર્દો થાય. પડવા કે વાગવાથી શારીરિક ઇજાઓ થાય. વીજકરંટથી બચવું પડશે. વાહન ધીમે ચલાવવું અન્યતા અકસ્માતના ભોગ બની શકો છો. તમારી અતિ સાહસવૃત્તિ તમને જોખમી કાર્યો કરવા પ્રેરશે માટે વધુ પડતા ઉત્સાહમાં આવીને પોતાની જાતને જોખમમાં ના મૂકતા. માર્ચ મહિનામાં ફૂડ પોઇઝન થવાની શક્યતા છે. પેટને લગતી બીમારીઓ થાય. પિત્તની સમસ્યા હોય તેમણે સંભાળવું. એપ્રિલ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય સુખાકારીનો સાબિત થઈ શકે છે પરંતુ તમારે ખાસ કરીને પાણી વધુ પીવું પડશે. ગર્ભવતી મહિલાઓને જૂન અને તેની આસપાસના સમયમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. આંખ – દાંત કે મુખમાં તકલીફો થાય. આપનું નેગેટીવ થીંકીંગ વધી જાય. મન સતત ડિસ્‍ટર્બ રહ્યા કરે. પ્રથમ ત્રિમાસિકગાળામાં તમે એડવેન્ચર ટૂરનું આયોજન કરો તેવી શક્યતા છે. જેઓ પ્રોફેશનલ હેતુથી લાંબી મુસાફરી કરવા માંગે છે તેમને અવારનવાર આયોજન થઈ શકે છે. વિદેશગમનની શક્યતા પણ નકારી શકાય નહીં. કદાચ વિદેશમાં જઈને તમારું ભાગ્ય ચમકે તેવી સંભાવના પણ છે.

મીન સાપ્તાહિક ફળકથન – 20-10-2019 – 26-10-2019

મીન માસિક ફળકથન – Oct 2019

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર

વધુ જાણો મીન