For Personal Problems! Talk To Astrologer

મીન વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2019)

પ્રોફેશનલ મોરચે તમારી શરૂઆત સારી છે પરંતુ કેટલીક બાબતોમાં તમને વિલંબ થતા મનોમન ખૂબ જ વ્યાકુળતા રહેશે. આ સ્થિતિ આગળ જતા તમને ખોટુ પગલું ભરવા માટે ઉશ્કેલી શકે છે માટે કોઈની વાતમાં ભોળવાઈ જઈને ખોટું પગલું ન ભરવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. ખાસ કરીને માર્ચ મહિનાનો તબક્કો સાચવવા જેવો છે. વ્યવસાય ક્ષેત્રે પ્રતિસ્‍પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકશો. વિદેશમાં વસતા સંબંધી કે વ્યાપારિક સંબંધોથી સારા અને લાભદાયી સમાચાર મળે. ધનલાભની પણ શક્યતાઓ છે. નવા કાર્યના પ્રારંભ માટે શુભ સમય છે. નોકર વર્ગનો સહકાર મળશે. એપ્રિલ મહિનાથી વર્ષાંત સુધી તમારે સંખ્યાબંધ અનિશ્ચિતતાઓ વચ્ચેથી પસાર થવાની તૈયારી રાખવી પડશે. તમને અવારનવાર સેક્ટર બદલવાનું, કામની શૈલી બદલવાનું, કંપની બદલવાનું અથવા કોઈ નવું જ કાર્ય કરવાનું મન થશે. તમે કદાચ ભ્રામક સ્થિતિમાં આવીને ખોટો નિર્ણય લઈ શકો છો માટે તજજ્ઞોની સલાહ લેતા રહેવું. શક્ય હોય ત્યાં સુધી હરીફો સાથે હોડમાં ન ઊતરશો. વર્ષના મધ્યમાં વ્યવસાયમાં તકલીફ તેમજ નોકરિયાતોને અધિકારીઓની નારાજગીનો ભોગ બનવું પડે. સપ્ટેમ્બરના અંત સુધી આ સ્થિતિ રહેશે. ત્યારબાદ આપની ગ્રહદશામાં આંશિક સુધારો આવશે પરંતુ સમય અગાઉની તુલનાએ તો વધુ સાચવવા જેવો છે. વધુ પડતી લાગણીશીલતા આપને અશાંત બનાવશે. એટલે શક્ય હોય ત્યાં સુધી નોકરી અને વ્યવસાય આપ વ્યવહારુ અભિગમ રાખજો.

મીન સાપ્તાહિક ફળકથન – 18-08-2019 – 24-08-2019

મીન માસિક ફળકથન – Aug 2019

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર

વધુ જાણો મીન