For Personal Problems! Talk To Astrologer

મીન વાર્ષિક ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષ આપના માટે વિવિધ મોરચે મહત્વપૂર્ણ બની રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે પરંતુ તમને આખુ વર્ષ કામકાજમાં ધરમૂળથી ફેરફારો કરવાના વિચારો આવશે. આનો અમલ કરવામાં સાવચેતી રાખવી. આ વર્ષમાં સપ્ટેમ્બર મહિના સુધી તમે કોઇપણ ફેરફાર અથવા નવી શરૂઆત કરવામાં લાંબા ગાળાનો વિચાર કરજો અને બીજાના ભરોસે રહેવાના બદલે પોતે જ સ્થિતિનું આકલન કરીને આગળ વધજો. લોખંડ, સીમેન્ટ, ભારે એન્જિનિયરિંગને લગતા સાધનો અથવા તેને લગતી સેવાઓ, મોટા વાહનોને લગતા કાર્યોમાં આ વર્ષમાં એકંદરે તમારે સારી રીતે આગળ વધી શકશો. તમે કોઇપણ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરવામાં પાછા નહીં પડો. પારિવારિક સંબંધોમાં અને ખાસ કરીને માતા સાથે વ્યવહારમાં સાચવવું પડશે. પરિવારમાં અન્ય મહિલાવર્ગ સાથે પણ નજીવી બાબતે બોલાચાલી થઇ શકે છે માટે તમારે વાતચીતમાં વધુ સ્પષ્ટતા રાખવી પડશે અને સ્વભાવ પણ સૌમ્ય રાખવો જરૂરી છે. આપ્તજનો સાથે ગેરસમજ થવાની શક્યતા વધુ રહેશે. પ્રેમસંબંધોમાં ખાસ વાંધો નહીં આવે પરંતુ શરૂઆતના બે મહિના તમારા સંબંધો થોડા ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે. જો લગ્ન અંગેનો કોઇપણ નિર્ણય લેવાનો હોય તો ફેબ્રુઅારીના મધ્ય પછી સફળતા મળે. વર્ષના અંતિમ ચરણમાં તમારા સંબંધોમાં સુલેહ વધશે. આપ અત્યારે પરિવારની જરૂરિયાતો પાછળ વધુ ખર્ચ કરશો પરંતુ તેના માટે યશપ્રાપ્તિની આશા રાખવી નહીં. ઘણા સમયથી કોઇની સાથે મતભેદ હોય તો આ વર્ષમાં તેનો સુખદ ઉકેલ આવી શકે છે. એપ્રિલથી જુલાઇ સુધી તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે શરૂઆત સારી છે પરંતુ ફેબ્રુઆરીના મધ્યથી તમારે મહેનત વધારવી પડશે. તમને કોઇપણ વિષય સમજવામાં વધુ મહેનત કરવી પડે તેવી સંભાવના છે. સ્વાસ્થ્ય બાબતે આ વર્ષ ચડાવઉતાર વાળું જણાઈ રહ્યું છે.
#

Trending (Must Read)

મીન સાપ્તાહિક ફળકથન – 24-05-2020 – 30-05-2020

મીન માસિક ફળકથન – May 2020

મીન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર

વધુ જાણો મીન