For Personal Problems! Talk To Astrologer

મીન – કન્યા સુસંગતતા

મીન અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

કન્યા જાતકો કોઇપણ નિર્ણય લેતા મુંઝવણ નથી અનુભવતા કારણ કે તેઓ યોજનાબદ્ધ રીતે આગળ વધતા હોય છે પણ તેનાથી વિરૂદ્ધ મીન જાતકોને કલ્પનામાં રહેવુ અને પોતાની જવાબદારીઓ બીજા પર લાદવાનું ગમતું હોય છે. જો તેઓ બંને એકબીજાને સહન કરવાનો અને ખુલ્લા દિલથી વિચારવાનો પ્રયત્ન કરે તો જ આ પ્રેમસંબંધ ટકી શકે છે. તેઓ બંને સ્વભાવથી ઘણાં કોમળ હોય છે અને અને પોતાના વ્યક્તિગત જીવનમાં ઘણાં મોટા ધ્યેય રાખતા નથી. અમુક અંશે આ સંબંધમાં સુસંગતતા જોવા મળે છે.

મીન પુરુષ અને કન્યા સ્ત્રી વચ્ચે સુસંગતતા
મીન રાશિના પુરુષો દિવાસ્વપ્ન જોનારા અને હવામાં કિલ્લા બાંધનારા હોય છે. વ્યવહારૂ જગતથી દૂર રહીને તેઓ વિચારતા હોય છે. આ બધા લક્ષણો કન્યા રાશિની સ્ત્રીને આકર્ષે છે કારણ કે વાસ્તવિક જીવનમાં આગળ પડતા રહેવાનું તેને ગમતું હોય છે. આ સંબંધમાં સુસંગતતા જળવાય તે માટે કન્યા રાશિની સ્ત્રીએ પુરુષને તેના અવ્યવહારૂપણાનું ભાન કરાવવું પડશે. લાંબો સમય સુધી સંબંધ ટકાવવો હોય તો તેમણે આ અસમાનતા દૂર કરવી જોઇએ.

મીન સ્ત્રી અને કન્યા પુરુષ વચ્ચે સુસંગતતા
કન્યા રાશિનો પુરુષ સ્વભાવે સરળ અને વ્યવહારૂ હોય છે. પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરતા તેઓ શરમાતા હોય છે, પણ આ કારણથી મીન રાશિની સ્ત્રી હિનતા અને લઘુતાગ્રંથિ અનુભવે છે. મીન રાશિની સ્ત્રી હંમેશા રોમેન્ટિક વાતો સાંભળવા માટે તત્પર હોય છે પણ કન્યા રાશિનો પુરુષ તેને હંમેશા હતાશ કરે છે. વિરોધાભાસી સ્વભાવને કારણે તેમની વચ્ચે સારો તાલમેલ રહેતો નથી. પણ જો તેઓ સમાધાન કરવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ સાથે રહી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારું કર્મસ્થાન પ્રતિકૂળ ગ્રહોના પ્રભાવ હેઠળ હોવાથી કામકાજમાં સંભાળવું પડશે. કદાચ ઓછા વળતર સાથે પણ કામ કરવું પડે. તમારા કાર્યોમાં વિલંબની શક્યતા હોવાથી વર્તમાન પ્રોજેક્ટ્સ પાર પાડવા માટે કામના કલાકો વધારવા પડશે. આ…

મીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો અને દાંપત્યજીવન માટે એકંદરે સમય આપની તરફેણમાં છે. કદાચ પ્રત્યક્ષ મુલાકાતનું આયોજન ના થાય તો પણ તમે કમ્યુનિકેશનમાં રહેશો જેથી તમારી વચ્ચે પ્રેમની લાગણી સારી રહેશે. છેલ્લા ચરણમાં મુલાકાત, રોમેન્ટિક ડીનર,…

મીન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક બાબતે અત્યારે ચિંતા જેવું નથી કારણ કે તમે અગાઉ કરેલી મહેનતના ફળરૂપે એક કરતા વધુ જગ્યાએથી તમારી પાસે આવક થતી રહેશે. ઉઘરાણી, લોન અથવા કોઈની પાસેથી આર્થિક સહાય માંગી હોય તો અત્યારે ત્યાંથી પણ નાણાં આવી શકે છે. હાલમાં રોકાણ…

મીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકો માટે અત્યારે સારો સમય છે અને તેમાં પણ સપ્તાહના પહેલા બે દિવસમાં તમે સારી સિદ્ધિ હાંસલ કરી શકો છો. વિદેશમાં અભ્યાસને લગતા કાર્યો આગળ ધપાવવા માટે પણ શરૂઆતનું ચરણ સારું છે. મધ્યમાં તમારી ગતિ થોડી ધીમી…

મીન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

શારીરિક રીતે તમારામાં એકંદરે ચુસ્તિ-સ્ફૂર્તિ જળવાશે જેથી ચિંતા જેવું નથી. સારા સ્વાસ્થ્યની અસર તમારા પરફોર્મન્સમાં જોવા મળે. સ્પોર્ટ્સ અથવા એડવેન્ચરમાં રુચિ હોય તેવા જાતકો અત્યારે વધુ સક્રિય થઈ શકે છે. જોકે, ફેફસા, શ્વાસનળી,…

નિયતસમયનું ફળકથન