For Personal Problems! Talk To Astrologer

મીન – વૃશ્ચિ સુસંગતતા

મીન અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક અને મીન બંને જાતકો જળ તત્વની રાશિ હોવાથી તેમની વચ્ચેનો સંબંધ અદભૂત હોય છે. વૃશ્ચિક જાતકોમાં ઘણી શક્તિ હોય છે તથા તેમનું મનોબળ પણ ઘણું મક્કમ હોય છે.પરંતુ તેઓ ઇર્ષાળુ, માલિકીભાવ ધરાવનારા અને ક્યારેક જોહુકમી કરનારા હોય છે જ્યારે મીન જાતકો ઘણાં દયાળુ અને આકર્ષક હોય છે. મીન જાતકો વૃશ્ચિક જાતકોને સારી રીતે ઓળખે છે અને હંમેશા તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. બદલામાં, વૃશ્ચિક જાતકો પણ તેમના પ્રેમ પ્રત્યે પ્રામાણિકતા અને સમર્પણ બતાવશે.

મીન પુરુષ અને વૃશ્ચિક સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેનો સંબંધ જાદુઇ હોય છે, છતાં એવું ન કહી શકાય કે તે લાંબો સમય ટકશે. પુરુષના શરમાળ સ્વભાવ છતાં તે આ સ્ત્રીના સાનિધ્યમાં ખુલ્લા દિલથી પોતાની જાતને અભિવ્યક્ત કરી શકે છે. જો કે, આ પુરુષનો શરમાળ સ્વભાવ વૃશ્ચિક રાશિની સ્ત્રી જાતકને મંજૂર નથી હોતો કારણ કે તેને હંમેશા મજબૂત અને ખડતલ પુરુષ પસંદ હોય છે. મીન રાશિનો પુરુષ પોતાના અનોખા અંદાજથી સ્ત્રી પાર્ટનરને ઉત્તેજના અને પ્રોત્સાહન પૂરા પાડે છે. આ સ્ત્રી પુરુષ પ્રત્યે ઘણી પ્રામાણિક રહે છે.

મીન સ્ત્રી અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા
આ યુગલ એકસાથે ઘણું આકર્ષક લાગે છે. તેમની વચ્ચેનું જોડાણ અને શારીરિક તાલમેલ ઘણો ઘનિષ્ઠ અને તીવ્ર હોય છે. તમારો જીવનસાથી તમને સારી રીતે સમજી શકે, તેનાથી સારી વાત સંબંધોમાં બીજી કઈ હોઈ શકે? મીન રાશિની સ્ત્રીને આ ગુણ કુદરતની ભેટ તરીકે મળેલો છે. સાથે જ તે બૌદ્ધિક અને લાગણીશીલ પણ હોય છે, જોકે તેને વૃશ્ચિક પુરુષનું સ્વામીત્વ અને જોહુકમીવાળો સ્વભાવ બિલકુલ ગમતો નથી. બંનેને ગૂઢ પ્રવૃત્તિઓ ગમે છે અને તેઓ સમાન રસરૂચિ ધરાવતા હોય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

મીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે આમ તો અત્યારે વાંધો નથી. બૌદ્ધિકતાનું સ્તર સારું રહેવાથી તમારા મોટાભાગના કાર્યોમાં કમાણી વધારવાનો વિચાર કેન્દ્રમાં રહેશે. મિટિંગ્સ, વાટાઘાટો અથવા કામકાજ અંગેની કોઇપણ ચર્ચાઓ કરવા માટે અત્યારે સમયનો સાથ મળી…

મીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

તમારા પ્રેમસંબંધોમાં શરૂઆતમાં સામાન્ય સ્થિતિ રહે પરંતુ ત્રીજા અને ચોથા દિવસે તમે ખુશનુમા સંબંધો માણી શકો. તમારી વાકછટા પણ વિજાતીય પાત્રોને આકર્ષવા માટે મદદરૂપ થશે. વિવાહિતો વચ્ચે રોમાન્ચની લાગણી વધુ બળવાન થશે. કોઈ વિજાતીય…

મીન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

કોઇની પાસેથી ઉઘરાણી અથવા અન્ય કારણથી નાણાં લેવાના હોય તો અત્યારે તેનો નિકાલ આવી શકે છે. આવકના સ્ત્રોતો વધારવા માટે તમે હાલમાં સક્રીય થશો અને તેનું સુખદ પરિણામ મળવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ક્યાંકથી…

મીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને શરૂઆતના બે દિવસમાં અભ્યાસ સામાન્ય શરૂઆત થાય પરંતુ સપ્તાહના મધ્યમાં તમે અભ્યાસમાં સારું ધ્યાન કેન્દ્રિત કરી શકો. ભાવી કારકિર્દીને અનુલક્ષીને તમે કોઇની સાથે ચર્ચા કરી શકશો. પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમે…

મીન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે મોટાભાગના સમયમાં તમે સ્વાસ્થ્ય સુખ સારું માણશો. છતાં પણ ઉત્તરાર્ધમાં તમારે ભોજન પર અંકુશ રાખવો અને પરિશ્રમના પ્રમાણમાં આરામ પર ધ્યાન આપવું પડશે તેમજ શક્ય હોય ત્યાં સુધી વધુ પ્રવાહી લેવું. અત્યારે નાક-કાન-ગળાને લગતી…

નિયતસમયનું ફળકથન