For Personal Problems! Talk To Astrologer

મીન – ધન સુસંગતતા

મીન અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

આ બંને જાતકો આનંદી વ્યક્તિત્વ ધરાવે છે અને હંમેશા તેમના જીવનમાં રોમાન્સ જળવાઈ રહે છે. તેઓ બંને હવામાં કિલ્લા બાંધવાનો પ્રયત્ન કરે છે. તેમની ઉદારતા અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ ઘણાં મિત્રો બનાવી શકે છે. ધન જાતકો ખૂબ જ સારા કાર્યક્ષમતાના જુસ્સાથી છલકાતા હોય છે સામે મીન જાતકો સાવ ઢીલા પોચા તેમજ વધારે પડતા મુંઝાયેલા અને દ્વિધાયુક્ત હોય છે. તેમની વચ્ચેની સુસંગતતા એકદમ ખરાબ નથી હોતી. તેમણે ફક્ત માર્ગમાં આવતી કેટલીક સમસ્યાઓને પરસ્પર સમજણ દ્વારા દૂર કરવાની રહેશે.

મીન પુરુષ અને ધન સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધ ટકાવી રાખવા માટે તેમને ઘણી ધીરજની જરૂર પડશે. ધન રાશિની સ્ત્રી પુરુષને હૂંફ આપી શકતી નથી જેની પુરુષને ખૂબ જ જરૂર હોય છે. સામેપક્ષે, પુરુષ તેને બંધનમાં રાખે છે અને સ્ત્રીને જોઇતી સ્વતંત્રતા આપતો નથી. સ્ત્રી આ પુરુષના અંતર્મુખી સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરશે પણ તે પુરુષની દુઃખતી રગ પર હાથ મુકી દેશે જેથી તેમના સંબંધમાં હંમેશા માટે તિરાડ પડી જાય તેવી પણ શક્યતા છે. તેમનો સંબંધ સારી રીતે નભી શકે તે માટે તેમણે બંનેએ ઘણું જતું કરવાની જરૂર પડશે.

મીન સ્ત્રી અને ધન પુરુષ વચ્ચે સુસંગતતા
ધન રાશિનો પુરુષ તેના સંબંધમાં પ્રામાણિક અને ભરોસાપાત્ર નથી હોતો. આ કારણથી મીન રાશિની સ્ત્રીને ક્યારેક પુરુષ પર શંકા જાગે છે. સ્ત્રી તેમના સંબંધમાં વધારે પડતો માલિકીભાવ ધરાવે છે, ત્યારે પુરુષ તેનો દાસ હોવાનો અનુભવ કરે છે. ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી કેટલીક નજીવી બાબતો પર ધ્યાન આપવામાં આવે તો તેમના સંબંધમાં સારી સુસંગતતા જળવાઇ શકે છે. તેમની વચ્ચે શારીરિક આકર્ષણ ઘણું સારું હોય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારામાં કામ કરવાનો ઉત્સાહ ઘણો સારો જળવાઇ રહેશે જેથી તમે ઝડપથી તમારા હાથમાં રહેલા કાર્યો પાર પાડવાના મૂડમાં રહેશો. કામકાજમાં મોટા પરિવર્તનો લાવવાના વિચારો આવી શકે છે પરંતુ તે અંગે સમજીવિચારીને નિર્ણય લેવો. સપ્તાહના…

મીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે તમારામાં ઉત્સાહ તો રહેશે પરંતુ ગુસ્સા અને અહંને અંકુશમાં રાખવાની ઘણી જરૂર છે. સપ્તાહના પૂર્વાર્ધમાં તમે પ્રિયપાત્ર સાથે સમય વીતાવી શકશો પરંતુ મધ્યમાં તમારું મન થોડુ વ્યાકુળ રહેવાથી સંબંધોથી અળગા રહેવાનું…

મીન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે શરૂઆતમાં તમે કોઇપણ પ્રકારે લાભ મેળવી શકો છે. પરિવાર માટે ખર્ચ કરવાની તમારી ભાવના રહેશે પરંતુ કેટલાક અનઅપેક્ષિત ખર્ચની તૈયારી રાખવી જરૂરી છે. તમે ઘર અથવા ઓફિસમાં તમારી આસપાસના માહોલમાં સજાવટ અથવા રીનોવેશનને લગતા…

મીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે શરૂઆતનો સમય આશાસ્પદ જણાઈ રહ્યો છે. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકો નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે વાંચન કરીને પરીક્ષામાં સારું પરિણામ લાવી શકશે. વ્યવસાયિક હેતુથી અભ્યાસ કરતા જાતકો પણ સારું પરફોર્મન્સ આપશે….

મીન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં શરૂઆતથી તમારામાં શક્તિનો સંચાર થતો રહેવાથી ચુસ્તિ-સ્ફુર્તિ જળવાઇ રહેશે. સ્વાસ્થ્ય બાબતે કોઇ મોટી ચિંતા જેવું નથી પરંતુ તા. 5 અને 6ના રોજ તમારું મન થોડું વ્યાકુળ રહેવાની શક્યતા હોવાથી અંજપો અથવા કોઇ ઋતુગત તકલીફો સામે…

નિયતસમયનું ફળકથન