For Personal Problems! Talk To Astrologer

મીન જાતકોના સંબંધો

મીન જાતકોના સંબંધો

મીન જાતકો મિત્ર તરીકેઃ
આપ સ્વભાવે ઘણા સારા, માનવીય અભિગમવાળા અને મિત્રની વાત સમજી શકો તેવા છો પરંતુ ક્યારેક મૈત્રિની પારંપરિક વ્યાખ્યા ભૂલી મુક્ત શૈલીનું વલણ અપનાવો છો. લોકો અંગે અભિપ્રાય બાંધતી વખતે આપના આદર્શવાદને તેનો માપદંડ ન બનાવતા, લોકો જેવા છે તેવા જ તેમને સ્વીકારવાની આપને સલાહ છે. આપની આંતરિક મોહકતા અને મુત્સદ્દીગીરી કોઈપણ કપરા સંજોગોમાંથી આપને બચાવશે.

મીન જાતકો માતા તરીકેઃ
મીન રાશિમાં જન્મેલી માતાઓ તેમના સંતાનોને વધુ પડતા લાડ લડાવીને તેમને બગાડે છે. તેઓ એટલી હદે લાગણીવશ અને ભાવુક હોય છે કે જો સંતાન રડે તો તે પોતે પણ રડવા લાગે છે. કડક વલણ અપનાવી સંતાનોને શિસ્તના પાઠ ભણવવા તેમના માટે ઘણું અઘરું થઈ પડે છે. સુઘડ કે સુવ્યસ્થિત રહેવું કદાચ તેમના માટે વધુ મહત્વપૂર્ણ નથી. વૃદ્ધિ પામતા બાળકોના શ્રેષ્ઠ હિતો માટે તે પોતાના રસના વિષયમાં કોઈપણ દિશામાં જવા તૈયાર રહે છે.

મીન જાતકો પિતા તરીકેઃ
મીન રાશિ ધરાવતા જાતકો તેમના સંતાનોને વિવિધ રીતે પ્રોત્સાહિત કરે છે. આપ આપના સંતાનોની કુશળતા વધારવા પર ધ્યાન આપશો અને તેમના રસના વિષયોમાં આપ ઊંડાણપૂર્વક રસ લેશો. મીન રાશિમાં જન્મેલા પુરુષો તેમના સંતાનોના વિકાસ માટે પોતાનામાં રહેલી તમામ કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા કામે લગાડે છે. સંતાનો તોફાન-મસ્તી કરે ત્યારે તેમના પર ગુસ્સે થવાના બદલે તેઓ મૂડમાં આવી જાય છે. મીન જાતકો તેમના સંતાનો ફોટોગ્રાફીમાં રસ લેતા થાય તેવા પ્રયત્નો કરે છે.

મીન સાપ્તાહિક ફળકથન – 23-06-2019 – 29-06-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર