અત્યારે તમારે આવક અંગે બહુ ચિંતાનો સમય ના હોવાથી તમે જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરી શકશો. જોકે, ખર્ચમાં બેફામ થવાના બદલે થોડું રોકાણ પર ધ્યાન આપશો તો તમારું આર્થિક ભવિષ્ય સુરક્ષિત થશે તે વાત ભૂલવી નહીં. વાહન અથવા ઈલેક્ટ્રોનિક ચીજો, વિદ્યુત ઉપકરણોના રિપેરિંગમાં ખર્ચ આવી શકે છે. અત્યારે ક્યાંયથી ઉઘરાણી કરવાની હોય તો કમ્યુનિકેશનમાં વિનમ્રતા રાખવી.