આ મહિનામાં તમારા સંબંધો ધીમી ગતિએ ચાલતા હોય તેવું લાગશે. પહેલાંથી સંબંધોમાં હોય તેમને પારસ્પરિક વિચારોમાં પરિપકવતા આવે. નવા સંબંધોની શરૂઆત કરવામાં થોડો વિલંબ થાય પરંતુ સંબંધોનું સુખ તમે સારી રીતે માણી શકો. પ્રેમની અભિવ્યક્તિ વખતે વાણી વિનમ્ર રાખવી. દૂરના અંતરે વસતા પ્રિયપાત્ર સાથે શરૂઆતમાં કમ્યુનિકેશનની સંભાવના વધુ રહેશે. ક્યાંક ફરવાનું આયોજન પણ થઇ શકે છે.