વિદ્યાર્થીઓ શિક્ષણમાં ધ્યાન તો આપશે પરંતુ તમારી ગતિ અત્યારે વધારવાની જરૂર છે. વિદ્યાર્થીઓને ખાસ કરીને આળસ છોડવાની સલાહ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકો માટે અનુકૂળ સમય છે. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને અત્યારે બીજાનું માર્ગદર્શન લેવાની વારંવાર જરૂર પડે. જેઓ વિદેશમાં અભ્યાસનું વિચારી રહ્યાં હોય તેને હજુ પણ અનિશ્ચિતતા રહેશે.