મીન અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા
સિંહ જાતકોને હંમેશા કુટુંબના શાસક બનીને પોતાની જોહુકમી ચલાવવી ગમે છે અને મીન જાતકોને તેમાં વાંધો પણ નથી હોતો. તેઓ તેના આદેશને અનુસરવા તૈયાર પણ હોય છે. મીન જાતક સિંહ જાતકે લીધેલા નિર્ણયોને તરત જ સ્વીકારી લેવા પણ તૈયાર હોય છે. આ જ એક બાબત તેમની વચ્ચેની લાગણીના તાંતણાને વધુ મજબૂત બનાવે છે. સિંહ જાતકોને મીન જાતકનો શાંત અને કરૂણાસભર સ્વભાવ ગમે છે. જ્યારે મીન જાતકને સિંહ જાતકની શારીરિક સુદ્રઢતા આકર્ષે છે. આ કારણસર તેમની વચ્ચે સારો તાલમેલ જળવાઇ રહે છે. જો કે સિંહ જાતકે તેના મીન જોડીદારને ઓળખવા માટે ઘણાં પ્રયાસો કરવા પડે છે, કારણ કે તે સ્વભાવે ઓછાબોલા અને અંતર્મુખી હોય છે. તેઓ બંને વચ્ચેના સંબંધમાં ઝગડાને કોઇ સ્થાન નથી રહેતું.
મીન પુરુષ અને સિંહ સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ બંને જાતકોનો રોમેન્ટિક અને પ્રેમની ઉત્કટતાભર્યો સ્વભાવ તેમના સંબંધોમાં નિકટતા લાવી તેને વધુ મજબૂત બનાવે છે. સિંહ મહિલાનો અજેય સ્વભાવ તેમની વચ્ચેના સંબંધોને દીર્ધ કાળ સુધી ટકાવી રાખે છે. જો બંને ઝગડે નહીં તો તેઓ જિંદગીનો ભરપૂર આનંદ માણી શકે. આમ તો તેઓ શ્રેષ્ઠ યુગલ સાબિત થઇ શકે છે પરંતુ ક્યારેક મીન પુરુષ જાતકના સ્વાર્થી સ્વભાવના કારણે તેમની વચ્ચે ઝગડો થાય છે, કારણ કે સિંહ જાતકના ઉદાર સ્વભાવ સાથે તેનો મેળ જામતો નથી.
મીન સ્ત્રી અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા
આ જોડી વચ્ચેના સંબંધો સફળ નથી થતા કારણ કે બંને વિરોધાભાસી વલણ ધરાવે છે. સિંહ પુરુષ જાતક અહંકારી અને બહિર્મુખ હોય છે. મીન જાતકો બીજાની મજાક મશ્કરી કરવાનો અને બીજાની નબળાઇઓ તરફ અંગૂલિનિર્દેશ કરવાનો સ્વભાવ ધરાવે છે. સિંહ પુરુષ અને મીન મહિલા બંને વચ્ચે લાંબો સમય મિત્રતા ટકી શકે છે, પરંતુ જ્યારે અંગત સંબંધોની વાત આવે ત્યારે તેઓ તેમાં નિષ્ફળ જાય છે. આટલા વિરોધાભાસો હોવા છતાં તેમને બંનેને સંગીત, કલા, નૃત્ય, અને જીવનની સુંદર ક્ષણો માણવામાં એકસરખી રૂચિ હોય છે.