For Personal Problems! Talk To Astrologer

મીન વિસ્તૃત સમજ

મીન રાશિ વિશે વિસ્તૃત સમજ

માછલીઓની જોડનું રાશિ ચિહ્ન ધરાવતી મીન રાશિ કાળપુરુષના પગનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક સ્થળો, પવિત્ર જગ્યાઓ અને સામાજિક મહત્વ ધરાવતી જગ્યાઓ મીન રાશિનું નિવાસસ્થાન છે.

રાશિચક્રમાં બારમી રાશિ મીન, તમામ રાશિઓમાં સૌથી વધારે અંતઃસ્ફુરણા ધરાવતી રાશિ છે. ઉપરાંત, રાશિચક્રમાં તે છેલ્લી રાશિ હોવાથી, આગળની અગિયાર રાશિના ઘણા બધા લક્ષણો તેમાં જોવા મળે છે. મીન જાતકો, નિઃસ્વાર્થભાવના, આધ્યાત્મિકતા અને પોતાની જાત તેમ જ જીવનમાં પોતાના હેતુ શું છે તેનો અભ્યાસ કરવા પર ધ્યાન આપનારા હોય છે, પરંતુ સાથે સાથે, તેઓ વાસ્તવિકતા અને દિવાસ્વપ્નો વચ્ચેનો ભેદ ખૂબ મુશ્કેલીથી પારખી શકતા હોવાથી તેઓ સપનાની દુનિયામાં રાચવાની અને કાલ્પનિક દુનિયાની ભ્રમણાઓમાં રાચવાની વૃત્તિ પણ ધરાવે છે.

મીન જાતકો ઉજાસમાં આવવું કે અંધારામાં ડૂબેલા રહેવું તે તેની પસંદગીમાં હંમેશા અટવાયેલા રહે છે. જ્યાં સુધી તેમને કોઈ હતાશાજનક, અપમાનજનક કે વિનાશકારી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે ત્યાં સુધી તેઓ દયાળુ હોય છે પરંતુ જ્યારે તેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેઓ ઘણા આકરા અને મર્મવેધક બની જાય છે.જો કે તેઓ સામી વ્યક્તિને મર્મવેધક શબ્દો સીધા મોઢા પર ન કહેતા હોવાથી સામાન્યપણે તેની નોંધ લેવાતી જ નથી. તેમ છતાં પોતાના આ ગુણોને પ્રદર્શિત કરવા કરતા છુપાવી રાખવામાં જ તેઓ ખૂબ ખુશ રહે છે.

મીન જાતકો તેમના માયાળુ અને સહાનુભૂતિપૂર્ણ સ્વભાવ, આકર્ષકપણા અને બિન્દાસ અભિગમથી લોકોમાં પ્રિય બને છે. નિયમોનું પાલન કરવાનું અથવા શિસ્ત રાખવાનું તેમના માટે અઘરૂં બની જાય છે. જ્યારે ખરેખર બિઝનેસની વાત આવે ત્યારે મીન જાતકો છટકબારી શોધીને દૂર ભાગવાનો પ્રયાસ કરે છે અને ઓછું આત્મબળ ધરાવતા હોવાથી તે સ્થિતિથી છૂટવા માટે દારુ કે નશીલા પદાર્થોનું સેવન પણ કરે છે. કેટલાક જાતકો રચનાત્મક કલાઓમાં, અથવા કવિતા કે ટૂંકા લખાણો દ્વારા પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરે છે, પરંતુ વ્યક્તિગત બાબતોમાં પોતાની નિકટના લોકો સમક્ષ ભાગ્યે જ ખૂલતા જોવા મળે છે. હિંમતવાન અને સ્વતંત્રતાના હિમાયતી હોવા છતાં, તેઓ ઘણા અવ્યવહારુ હોય છે અને અમુક તબક્કે વાસ્તવિક દુનિયા સાથે કદમ મિલાવવા તેમના માટે મુશ્કેલ બની જાય છે. તેઓ આધ્યાત્મિક બાબતોમાં રસ લે છે અને ગૂઢ વિદ્યાઓ તરફ આકર્ષાય છે. તેઓ નિઃસ્વાર્થી અને અન્ય લોકોની લાગણીઓને સમજવાવાળા હોય છે પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં ઝડપથી મુંઝાઈ જાય છે અને કંઈ વિશેષ કરી શકતા નથી.

અભિનય કળામાં મીન જાતકો સારો દેખાવ કરી શકે છે, અને ખાસ કરીને રંગમંચ પર વધુ સફળ થાય છે. વિજ્ઞાન ક્ષેત્રે તેમને ભૌતિકશાસ્ત્ર અથવા તબીબી ક્ષેત્રે કામ કરવાનું વલણ ધરાવે છે અને દરિયાઈ વ્યવસાયોમાં અથવા પ્રાણીઓ સાથે કામ કરવામાં પણ સફળ થાય છે. તેમની પાસે સામાન્યપણે એવું કૌશલ્ય હોય છે જેનાથી તેઓ નાણાં અને ખ્યાતિ મેળવી શકે છે. સ્વાવલંબી રહેવાનું તેમનું વલણ હોવાથી ભાગ્યે જ તેઓ બીજા પર આધાર રાખે છે. તેઓ હંમેશા વળતરની અપેક્ષા રાખ્યા વગર જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તૈયાર રહે છે. મીન જાતકો કોઈને આપેલા નાણાંની ભાગ્યે જ ઉઘરાણી કરે છે, કારણ કે સામેની વ્યક્તિ સ્વેચ્છાએ જ પાછા આપે તેવું તેઓ ઈચ્છે છે. તેઓ કંટાળી જાય ત્યારે ઘણા વિચલિત થઈ જાય છે અને કોઈપણ કામમાં શ્રેષ્ઠ પરિણામ આપવા માટે તેમણે એકાગ્ર અને પ્રોત્સાહિત થવાની કે કોઈ પાસેથી પ્રેરણા મેળવવાની જરૂર પડે છે.

મીન જાતકો આધ્યાત્મિક, દાનવીર, દયાળુ, અન્ય લોકોની ભાવનાઓને સમજવાવાળા અને બીજાને મદદ કરવાની વૃત્તિવાળા હોય છે. જો તેમની વાત કોઈ ન સાંભળે અથવા તો નિરાશાવાદી બની જાય ત્યારે સુસ્ત અને આળસુ થઈ જાય છે.

મીન જાતકો ઘણા રોમેન્ટિક હોય છે અને પ્રેમમાં હોય ત્યારે તેમના પ્રિયપાત્રને ખૂબ સારી પાર્ટી આપવાનું સપનું સેવતા હોય છે. સામાન્યપણે તેઓ ઘણા સૌમ્ય અને હંમેશા હળવાશના મૂડમાં રહેનારા લોકો છે તેમ જ નિરભિમાની અને વિનમ્ર હોય છે. પ્રેમની બાબતે, મીન જાતકો દરકાર કરનારા, રોમેન્ટિક તેમ જ ઘણા રચનાત્મક હોય છે. પ્રેમ કરવા કરતા પ્રેમના વિચારને વધુ વાગોળતા આ જાતકોને કોઈપણ કહાનીનો પરીકથાઓ જેવો સુંદર અંત ગમે છે. તેઓ સુંદર દેખાવ પ્રત્યે ખૂબ જ આકર્ષણ ધરાવતા હોય છે પરંતુ તે પાત્ર જો ઓછું બુદ્ધિશાળી હોય તો અથવા તો તે વ્યક્તિને હાંસલ કર્યા પછી સમય જતાં તેમનામાં મીનજાતકોનો રસ ઓછો થઈ જાય છે, મીન જાતકો માટે વૃશ્ચિક, કર્ક અને મીન રાશિના જાતકો આદર્શ જીવનસાથી પુરવાર થાય છે.

બીજી બાજુ, મીન જાતકો નાહકની શંકા કરનારા તેમ જ ઈર્ષાળુ હોય છે અને જેના કારણે તેઓ કોઈની લાગણી દુભાવી શકે છે. કેટલીક વખત તેમનો મૂડ અણધાર્યો બદલાઈ જતો હોવાના કારણે ટેન્શનો ઊભા થાય છે. એમ છતાં સૌમ્ય, સંવેદનશીલ અને રોમેન્ટિક સ્વભાવના કારણે તેઓ પ્રેમભર્યા પ્રણય સંબંધો સ્થાપી શકે છે. મીન જાતકો લગ્નના સંબંધમાં વફાદારી રાખે છે અને જીવનસાથી પ્રત્યે દયા અને લાગણી ધરાવે છે તેમ જ જાહેરમાં જીવનસાથીને આગળ થવા દે છે, પરંતુ ઘરમાં તો મીન જાતકો પોતાનું જ ધાર્યું કરે છે.

મીન સાપ્તાહિક ફળકથન – 17-01-2021 – 23-01-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર