For Personal Problems! Talk To Astrologer

મીન – મકર સુસંગતતા

મીન અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

આ સુસંગતતા સોનામાં સુગંધ જેવી પુરવાર થાય છે. તેઓ ક્યારેય ન મળનારા નદીના બે કિનારા જેવા છે. મકર જાતક કલ્પનિક દુનિયાંમાં રાચે છે જ્યારે મીન જાતક દિવાસ્વપ્ન જુએ છે. મીન જાતકો નિજાનંદમાં રાચે છે. તેઓ બીજાની વધારે ચિંતા નથી કરતા. તેમના સમજદારીભર્યા સ્વભાવને કારણે તેમનો સંબંધ પાગરે છે અને તેમની વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે.

મીન પુરુષ અને મકર સ્ત્રી વચ્ચે સુસંગતતા
જીવનપર્યંત સંબંધ માણવા માટે આ જોડી એકદમ યોગ્ય છે. મીન રાશિનો પુરુષ રોમેન્ટિક હોય છે જેને સ્ત્રીને લોંગ ડ્રાઇવ પર, કેન્ડલ લાઇટ ડિનર પર લઇ જવાનું ગમતું હોય છે અને સંબંધને વધુ ગાઢ બનાવવા તે ઘણી ભેટ સોગાદો પણ આપે છે. સ્ત્રી આ સંબંધને વધુ સારો બનાવે છે અને વધુ તીવ્રતાથી પ્રેમ કરીને તે પુરુષને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે. ઉત્તેજના, પ્રેમ અને વિશ્વાસ આ સંબંધને સુંદર પળો બક્ષશે, જેની મીઠી યાદો તેઓ જીવનપર્યંત જાળવી શકશે.

મીન સ્ત્રી અને મકર પુરુષ વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેના સંબંધો ઘણો લાંબો સમય ટકી રહે છે. પ્રેમ અને કરૂણાની છત્રછાયામાં તેમનો સંબંધ પાંગરે છે. સ્ત્રી ક્યારેય પુરુષના સામ્રાજ્યને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરતી નથી પણ તેને પુરુષ માટે મહત્વના બની રહેવું ગમશે. આ સ્ત્રી હંમેશા તેના જીવનસાથીની પડખે ઊભી રહે છે જ્યારે દુનિયા તેની વિરોધમાં હોય. તેમની સુસંગતતાનું સ્તર ઘણું ઊંચુ હોય છે. મકર રાશિનો પુરુષ ઉત્તમ શારીરિક બાંધો ધરાવતો હોય છે અને મીન રાશિની સ્ત્રીના કોમળ સ્વભાવને સાચવી લેવા સક્ષમ હોય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે સપ્તાહના પૂર્વાર્ધમાં તમે કદાચ ઓછું ધ્યાન આપી શકો માટે નવી નીતિઓ ઘડવામાં અથવા નવા નિર્ણયો લેવામાં બહુ ઉતાવળ કરવી નહીં. ઉત્તરાર્ધનો તબક્કો બહેતર રહેશે. મિટિંગ, વાટાઘાટો અથવા મહત્વના કમ્યુનિકેશન માટે…

મીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પૂર્વાર્ધનો સમય પ્રેમસંબંધો બાબતે થોડો સાચવવા જેવો છે. ખાસ કરીને પહેલા દિવસે મધ્યાહન સુધી તો વાંધો નહીં આવે પરંતુ તે પછીના બે દિવસમાં તમારું મન થોડું વ્યાકુળ રહેવાથી સંબંધોમાં ઓછુ ધ્યાન આપી શકશો. આ ઉપરાંત પ્રિયપાત્રને લગતી…

મીન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પૂર્વાર્ધમાં થોડા ખર્ચની શક્યતા છે જેમાં ખાસ કરીને મોજશોખ અને વૈભવી જીવનશૈલીમાં તમે વધુ ખર્ચ કરશો માટે હાથ પર અંકુશ રાખવો. સપ્તાહના મધ્યમાં તમે આત્મનિખાર, વ્યક્તિત્વ વિકાસ અથવા પોતાના શોખ પુરા કરવામાં ખર્ચ કરશો….

મીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને અત્યારે અભ્યાસની પ્રવૃત્તિઓ ઘણી સારી રીતે આગળ વધશે પરંતુ તમારે અભ્યાસમાં ગતિ થોડી વધારવી પડશે તેમજ અભ્યાસના કલાકો પણ વધારવાની સલાહ છે. તા. 26ના મધ્યાહનથી 28ની સાંજ સુધી તમારું મન થોડુ ચંચળ રહેવાથી અભ્યાસનું…

મીન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે સારી અને નરસી બંને સ્થિતિ રહેશે. પૂર્વાર્ધમાં તમને થોડી આળસ અને શરીરમાં સ્ફુર્તિનો અભાવ વર્તાય જ્યારે ઉત્તરાર્ધમાં તમે નવી ઉર્જા અને ઉત્સાહ સાથે પુનરુર્જિત થઇને કામકાજમાં લાગી જશો. જેમને પગના…

નિયતસમયનું ફળકથન