મીન અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા
મીન જાતકો આપને ખુશી, રોમાંચ અને ઉલ્લાસનો અનુભવ કરાવે છે પરંતુ ક્યારેક તે દુઃખી પણ કરે છે. તેઓ ઘણાં સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે. મેષ જાતકો કરતા વિપરિત, મીન જાતકો ઘણાં શરમાળ અને મક્કમ હોય છે અને મેષ જાતકોના માર્ગદર્શન હેઠળ આગળ વધવું તેમને ગમે છે. મેષ જાતકો મીન જાતકો પર આધિપત્ય જમાવે છે, તેમને શાંત અને સૌમ્ય પ્રકારનો પ્રેમ ગમે છે. આ સંબંધને કદાચ મુશ્કેલીભર્યો સમય જોવો પડે. પણ મેષ જાતકોની કુશાગ્ર બુદ્ધિ અને મીન જાતકોના સૌમ્ય પ્રેમને કારણે આ સંબંધ રાશિ ચક્રમાં સૌથી અદભૂત જોડીમાં પરિણમે તેવી પણ શક્યતા છે.
મીન પુરુષ અને મેષ સ્ત્રી વચ્ચે સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મેષ રાશિની સ્ત્રી માટે મીન રાશિના પુરુષમાં જીવનસાથીની શોધ મુશ્કેલ બની રહે છે. તેમણે શરૂઆતમાં થોડું સમાધાન કરવું પડે છે પણ એકવાર સમજશક્તિ વિકસી જાય પછી બંને માટે જીવન સરળ બની જાય છે. હકારાત્મક વાત એ છે કે, પુરુષ કેટલાંક એવા લક્ષણો ધરાવે છે જે સ્ત્રીને ખુશ કરી શકે અને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી શકે. બદલામાં, સ્ત્રી તેનાં રહસ્યમય વર્તન અને દયાળુ સ્વભાવ દ્વારા પુરુષને ખુશ કરે છે. જો સ્ત્રી પોતાની આક્રમકતા પર અંકુશ રાખી શકે અને સામેની વ્યક્તિને થોડી તક આપે તો આ સંબંધ પ્રેમ સારી રીતે ટકી શકે છે.
મીન સ્ત્રી અને મેષ પુરુષ વચ્ચે સુસંગતતા
મેષ રાશિના પુરુષ અને મીન રાશિની સ્ત્રી વચ્ચેની સુસંગતતાનો સંપૂર્ણ આધાર એકબીજા સાથે સમાધાન કરવાની તેમની ક્ષમતા પર રહેલો છે. તેઓ સંબંધ બનાવી શકે અથવા તો તેને તોડી શકે છે. મેષ રાશિના પુરુષો હિંમતવાન અને અભિવ્યક્તિથી છલકાતા હોય છે જ્યારે મીન રાશિની સ્ત્રી આકર્ષક અને સંવેદનશીલ હોય છે. કેટલીક વાર ગેરસમજથી તેમની વચ્ચે સંઘર્ષ ઊભો થતો હોય છે. પણ જો બંને પોતાના ગુસ્સાને અંકુશમાં રાખી શકે અને નજીવી વાતોમાં દલીલો અને ચર્ચાઓ ટાળે તો આ સંબંધ વધારે આગળ વધી શકે છે.