મીન અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા
શરૂઆતમાં તેમને એકબીજાનો સાથ ખૂબ ગમે છે. કુંભ જાતક સાથે રહેવામાં મીન જાતકને હંમેશા ખુશી મળે છે, અને બદલામાં મીન જાતકો કુંભ જાતકોને તેમના સપનાની સફરે લઇ જવાનો પ્રયત્ન કરશે. પણ કુંભ જાતકોને તે બંધનરૂપ લાગી શકે છે કારણ કે તેઓ સ્વતંત્રતા પ્રેમી હોય છે અને પોતાની રીતે દુનિયા જોવાનું તેમને ગમતું હોય છે. મીન જાતકો ઘણાં સંવેદનશીલ અને સૌમ્ય હોય છે, તેમને શક્તિશાળી વ્યક્તિત્વની જરૂર હોય છે. બીજીતરફ, કુંભ જાતકોને થોડા ઓછા લાગણીશીલ જીવનસાથીની શોધ હોય છે. માટે, તેઓ લાંબા સમય સુધી સાથે ન રહી શકે તેવી શક્યતા છે.
મીન પુરુષ અને કુંભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધના શરૂઆતના તબક્કામાં તેમની વચ્ચેનો સંબંધ પાંગરશે અને ખીલશે પરંતુ, થોડા સમયમાં જ પ્રણયની મોસમ કરમાઈ જશે. બંનેએ સંબંધ જાળવી રાખવા ઘણો સંઘર્ષ અને સમાધાન કરવું પડશે. છતાં, મીન રાશિનો પુરુષ તેના તીવ્ર પ્રેમ અને જુસ્સા દ્વારા સ્ત્રીને આકર્ષશે અને સ્ત્રી પણ તેનો સાથ માણશે અને તેને ઉત્તેજનાસભર સાહસ ખેડવા પ્રોત્સાહિત કરશે, તેમની ઇચ્છાઓ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કેટલીક વાર, એકલા રહેવા માટે સ્ત્રી પોતાને દુનિયાથી અલગ કરી દે છે, જ્યારે મીન રાશિનો પુરુષ બિલકુલ વિરોધાભાસી વર્તન કરે છે અને તે સમયે સ્ત્રી પોતાની સાથે રહે તેવું ઇચ્છે છે.
મીન સ્ત્રી અને કુંભ પુરુષ વચ્ચે સુસંગતતા
કુંભ રાશિના પુરુષનો મીન રાશિની સ્ત્રી સાથે સુમેળ સધાવો મુશ્કેલ હોય છે. આ પુરુષ વિશ્લેષક અને ઊંડો વિચારક હોય છે. તે મીન રાશિની સ્ત્રીને ખુશી અને ઉત્તેજનાથી ભરપૂર સારો સાથ પૂરો પાડે છે પણ તે સ્ત્રીની હૂંફ અને જુસ્સાની તીવ્ર ઇચ્છા પૂરી કરી શકતો નથી. મીન રાશિની સ્ત્રી ઘણી સંવેદનશીલ હોય છે અને કુંભ રાશિના પુરુષ પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે. તે આ સ્ત્રી જાતક જેટલો લાગણીશીલ નથી હોતો અને નાની-નાની વિગતોની ચિંતા નથી કરતો. તે ઈચ્છે છે કે મીન રાશિની સ્ત્રી પણ તેની જેમ સ્વતંત્રતા માણે અને સ્ત્રી પુરુષ સાથે કોઇ એક સ્થળે રહેવાનું પસંદ કરે છે. એકબીજા સાથે સુમેળ સાધવાનું તેમના માટે મુશ્કેલ હોય છે.