Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
☰
પાર્ટનર્સ
ઈન્ટરનેટ પાર્ટનરો
GaneshaSpeaks.com, પર અમારા સંબંધો અને પાર્ટનરો અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. આજે ભલે અમે અનેક પ્રકારે મીડિયામાં પ્રસાર ધરાવીએ છીએ પરંતુ, સૌપ્રથમ અમારો પાયો તો વેબ આધારિત સંસ્થા તરીકે જ રચાયો છે. આથી, અમારી ઈકોસિસ્ટમમાં અમારા ઈન્ટરનેટ ભાગીદારો મોખરાનું સ્થાન ધરાવે છે. અમે તેમની સાથે ખૂબ જ સારા પારસ્પરિક સંબંધો ધરાવીએ છીએ અને, આશા છે કે આ સંબંધો બંને માટે લાભદાયી જોડાણ તરીકે યથાવત રહેશે.
ટેલિકોમ પાર્ટનરો
અમારા ટેલિકોમ ભાગીદારોમાં ટોચના સેલ્યુલર અને ટેલિફોન સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે. આ અગ્રણી બ્રાન્ડ્સ સાથે અમારું જોડાણ અમારી બ્રાન્ડ ઈમેજ અને યોગ્યતામાં વૃદ્ધિ કરે છે. બદલામાં, અમારી શ્રેષ્ઠ સેવાઓ આ કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવાતી બહુમૂલ્ય સેવાઓમાં વૃદ્ધિ કરે છે. અમે અમારા ટેલિકોમ સહયોગીઓના કૃતજ્ઞ છીએ અને આશા છે કે આ સંબંધો બંને માટે લાભદાયી જોડાણ તરીકે યથાવત રહેશે.
રેડિયો પાર્ટનરો
યુવાલક્ષી બ્રાન્ડ્સ જેમ કે Josh 18 અને Indyarocks અમારી સાથે રેડિયો ભાગીદાર તરીકે સંકળાયેલા છે. અમારા રેડિયો પાર્ટનરોએ અમારી બ્રાન્ડને વધુ યોગ્ય બનાવી છે અને શ્રોતાઓના વિશાળ સમુદાયમાં અમારા કન્ટેન્ટનો પ્રસાર કરવા માટે તેઓ માધ્યમ બન્યા છે. તેમની સાથેના સંબંધોથી અમે ગર્વ અનુભવીએ છીએ અને આશા છે કે આ સંબંધો બંને માટે લાભદાયી જોડાણ તરીકે યથાવત રહેશે.
ફોર્ચ્યુન મંત્ર પાર્ટનરો
ફોર્ચ્યુન મંત્ર નિફ્ટીમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે શરૂ કરાયેલી અમારી વિશેષ સેવા છે. આ સેવામાં ફંડામેન્ટલ અને જ્યોતિષીય વિશ્લેષણનો અનન્ય સમન્વય કરવામાં આવ્યો છે, અને તમામ પ્રકારના તેમ જ તમામ સ્તરના ટ્રેડર્સ માટે આ સેવા અતિ ઉપયોગી પુરવાર થઈ છે.. ફોર્ચ્યુન મંત્રના કન્ટેન્ટ અને સેવાઓના આદાનપ્રદાન માટે અમે અગ્રણી માર્કેટ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા છીએ, અને આ જોડાણો અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે.
મીડિયા પાર્ટનરો
અમારા મીડિયા ભાગીદારોમાં સમગ્ર ભારતમાં વિશાળ જનસમુદાય સુધી પહોંચતા અગ્રણી પ્રકાશનો અને અખબારોનો સમાવેશ થાય છે. તેઓ ભારતમાં વિવિધ ભાષાઓના અલગ અલગ પ્રાંતોમાં પ્રસાર ધરાવે છે. આ પ્રતિષ્ઠિત પ્રકાશનો સાથેનું જોડાણ અમારા માટે ગર્વરૂપ છે, અને આશા છે કે આ પારસ્પરિક સંબંધો હંમેશ માટે યથાવત રહેશે.