For Personal Problems! Talk To Astrologer

તુલા રાશિ

તુલા જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
તુલા જાતકોનો શારીરિક બાંધો ઘણો સુડોળ હોય છે. લંબગોળ ચહેરો અને આકર્ષક મુખાકૃતિ ધરાવતા આ જાતકોની આંખો અને નજર વેધક તેમ જ તીરછી હોય છે. સુંદર અને શરીર પર ઘણી ઓછી રૂવાંટી હોય છે તેમ જ ત્વચા ઘણી સુંવાળી હોય છે. તુલા જાતકોના ચહેરા પર મૈત્રિભાવ, ઉત્સુકતા અને મિલનસારપણું જોવા મળે છે. સુંદર સ્મિત અને આકર્ષક ખંજન ચહેરાની સુંદરતાને ઓર વધારે છે. તેમની ગરદન હંસ જેવી હોય છે જ્યારે આંગળીઓ ઘણી નાજુક અને સંવેદનશીલ હોય છે. તેમના પગ દેખાવે ખાસ સુંદર હોતા નથી પરંતુ તેમની ચાલવાની ઢબ ઘણી મોહક હોય છે.

સ્વાસ્થ્યઃ
તુલા રાશિનો અમલ કીડની, પીઠ અને નિતંબ જેવા અંગો પર છે. તેમનું મજ્જાતંત્ર ઘણું સંવેદનશીલ હોય છે. પર્યાવરણમાં થતા ફેરફારો કે બદલાતી ઋતુની તુલા જાતકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. તે શરીરમાં લોહીના ભ્રમણ અને અંતઃસ્ત્રાવ ગ્રંથિ પર પણ આધિપત્ય ધરાવે છે. તેઓ હતાશાના પણ બહુ જલદી ભોગ બનતા હોય છે, ખાસ કરીને તેમના સંબંધો તેમની ઈચ્છા પ્રમાણે આગળ ન વધતા હોય ત્યારે. તેમણે વધારે પડતી કેલરીવાળા ખાદ્યપદાર્થો અને શરાબનું સેવન ન કરવું જોઈએ.

સૌંદર્ય ટીપ્સઃ
તેઓ ગળામાં જો કિંમતી હાર પહેરે તો તેમના નાક અને ગરદનની શોભા વધી જાય છે. તુલા જાતકોના પગ ખાસ આકર્ષક ન હોવાથી તેમણે બંધ સેન્ડલ વધારે પસંદ કરવા જોઈએ. હળવા પિન્ક કલરની ગ્લૉસી લિપસ્ટીક તેમને વધારે સારી લાગે છે, લેસ વગેરેથી સુશોભિત કલરફુલ કપડાં, કેપ્રી પેન્ટસ અને મૉડર્ન પોષાકો તેમના પર ઘણા શોભે છે. તુલા જાતકો ડાન્સ ખૂબ સરસ કરી શકે છે.ચાલને વધુ આકર્ષક બનાવવા તેમણે પ્રેક્ટિસ કરવી જોઈએ.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
તુલા જાતકોને બદામ, વટાણા, બ્રાઉન રાઈસ ,બીટ, જવના લોટમાંથી બનાવેલી વાનગી, સ્ટ્રોબેરી, સફરજન, પાલખ, કિશમિશ(સૂકી દ્રાક્ષ), શતાવરી અને મકાઈ તથા ઓમેગા-૩ એસીડ જેમાંથી વિશેષ મળે છે તે સી-ફૂડ ખોરાકમાં લેવા જોઈએ. તેમણે ખાંડ કે કાંજીવાળા ખાદ્યપદાર્થોથી( સ્ટાર્ચયુક્ત) દૂર રહેવું જોઈએ.

આદતોઃ
તુલા જાતકોને બધું શ્રેષ્ઠ જ જોઈએ છે, મતલબ કે તેમની પસંદ બહુ ઊંચી હોય છે અને પોતાની ગમતી વસ્તુ લેવા માટે તે પોતાની પાસેના તમામ પૈસા ખર્ચી નાખે છે, પોતાની પાસે પૈસા હોય ત્યાં સુધી તે તેની શૉપિંગની આદત પોષાય છે પરંતુ ખાલી થઈ જાય ત્યારે ત્યારે તેમને નાણાંની મદદ કરવા કોઈ જલદી તૈયાર થતું નથી. સ્વભાવે સ્વચ્છંદી હોય છે.તેમણે મિતાચારી અને થોડા નિયંત્રણમાં રહેવાની જરૂર છે. તેમણે ઉમદા અને સારી આદતો કેળવવી જોઈએ.

તુલા સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર