For Personal Problems! Talk To Astrologer

તુલા વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષમાં જો તમે વૈચારિક નકારાત્મકતા દૂર રાખશો તો મોટાભાગના સમયમાં સારું સ્વાસ્થ્ય માણી શકશો. આમ તો તમે સ્વાસ્થ્ય બાબતે સજાગ રહો જ છો માટે ખાસ ચિંતા જેવું નથી પરંતુ તમને અવારનવાર સ્વાદના ચટાકા લેવાની ઇચ્છા થઇ જાય છે તેમજ ક્યારેક ક્યારેક વઘુ પડતું જમવાની વૃત્તિ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં જો સંયમ સાથે રહેશો તો સ્વાસ્થ્યની મોટી ચિંતા જણાતી નથી. જેમને વારંવાર મુસાફરી કરવી પડતી હોય તેમણે શરૂઆતમાં સાચવવું પડશે. ફેબ્રુઆરીના મધ્યથી એપ્રિલના મધ્ય સુધીના તબક્કામાં ખાસ કરીને ભારે કફ, ઉધરસ, છાતિમાં સામાન્ય દુખાવો વગેરે થઇ શકે છે. જેમને શ્વાસની તકલીફ હોય તેમના માટે આ વર્ષ થોડુ સાચવવા જેવું કહી શકાય. એપ્રિલથી જુલાઇ દરમિયાન ત્વચાને લગતી ફરિયાદો અને એલર્જીની શક્યતા છે. સ્નાયુઓમાં ઝણઝણાટી અથવા મનમાં વધુ ગડમથલ રહેવાની ફરિયાદ આ તબક્કામાં થઇ શકે છે. આ સ્થિતિથી બચવા માટે તમે મેડિટેશનનો સહારો લઇ શકો છો. વર્ષ છેલ્લા ચરણમાં તમારું સ્વાસ્થ્ય સુધરવાના સંજોગો જણાઇ રહ્યા છે.

તુલા સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

તુલા માસિક ફળકથન – Jan 2020

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર

વધુ જાણો તુલા