For Personal Problems! Talk To Astrologer

તુલા વાર્ષિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ વર્ષ (2019)

વર્ષની શરૂઆતમાં તમને અભ્યાસમાં સામાન્ય રુચિ રહેશે માટે ખાસ કરીને કારકિર્દીને અનુલક્ષીને મહત્વનું વર્ષ હોય તેમણે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે અન્યથા ઈચ્છિત ક્ષેત્રમાં અભ્યાસનું સપનું અધરું રહી શકે છે. પહેલા મહિનામાં અભ્યાસમાં મિત્રોનો સાથ મળશે પરંતુ તેમની પાસેથી કોઈ માર્ગદર્શન મેળવવા માટે તમારે વિલંબ સહન કરવો પડશે. જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેઓ એપ્રિલ મહિના પછી પ્રવેશ, વીઝા, અભ્યાસ માટે લોન વગેરેની કાર્યવાહી કરી શકે છે અને તેમાં સફળતાના યોગ પણ છે. વર્ષના મધ્યમાં તમે કાલ્‍પનિક દુનિયામાં વિહરતા રહેશો અને તેના કારણે આપની સર્જનશીલતાને નવો ઓપ મળે. સાહિત્‍ય, કલાક્ષેત્રે પણ આપ સર્જન કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સંતાનોના અભ્‍યાસ કે અન્‍ય બાબતો પાછળ ધનખર્ચ કે મૂડી રોકાણ થાય. ચિંતાની જરૂર નથી કારણ કે આજની મહેનત કાલે કામ લાગશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. મનની અનિર્ણાયકતા આપને મુંઝવણમાં મૂકશે. તેના કારણે આપ મહત્ત્વની તક ન ગુમાવો તેની કાળજી રાખજો.
#

Trending (Must Read)

તુલા સાપ્તાહિક ફળકથન – 20-10-2019 – 26-10-2019

તુલા માસિક ફળકથન – Oct 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર

વધુ જાણો તુલા