For Personal Problems! Talk To Astrologer

તુલા સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (15-09-2019 – 21-09-2019)

સપ્તાહની શરૂઆત તમે પ્રોફેશનલ મોરચે સક્રિયતા સાથે કરશો જેમાં ખાસ કરીને નોકરિયાતો તેમના કાર્યોમાં વધુ સમર્પિત થશે. વેપારીઓ તેમના વેપાર-ધંધામાં વિસ્‍તરણ અને નવી પ્રોજેક્ટનું આયોજન કરી શકશે. આપને સહકાર્યકરો અને ઉપરી અધિકારીઓનો સારો સાથ સહકાર મળશે અને પ્રશંસા કરશે. બઢતી તેમ જ પગાર વધારાની શક્યતા છે. ભાગીદારો સાથે આપના સંબંધો સુમેળભર્યા રહેશે. વિજાતીય આકર્ષણ વધશે તેમ જ પ્રણય સંબંધો બંધાય પરંતુ સંબંધોમાં તમારે કટિબદ્ધતા રાખવી પડશે. સપ્તાહના મધ્યમાં તમે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો. જોકે, છેલ્લા ચરણમાં તમારું મન થોડું વ્યાકુળ રહેશે અથવા તમને એકાંતમાં રહેવાનું વધુ પસંદ પડશે. છેલ્લા ત્રણ દિવસ સંબંધોમાં નવી શરૂઆત કરવા માટે ઠીક નથી. વિદ્યાર્થીઓ શરૂઆતમાં અભ્યાસમાં ધ્યાન આપી શકશે પરંતુ છેલ્લા બે દિવસમાં તમારું શિડ્યુલ ખોરવાઇ શકે છે. સપ્તાહના અંતિમ ચરણમાં આપની ધાર્મિક વૃત્તિમાં પણ વધારો થશે. લોકહિતનું કાર્ય આપના હાથે થશે. જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરશો. અંતિમ બે દિવસમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા માસિક ફળકથન – Sep 2019

તુલા વાર્ષિક ફળકથન – 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ