For Personal Problems! Talk To Astrologer

તુલા – વૃશ્ચિ સુસંગતતા

તુલા અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

તુલા જાતકો બુદ્ધિશાળી, દેખાવડા અને બેફીકર જીવન જીવનારા હોય છે. વૃશ્ચિક જાતકોનું એવું નથી. તુલા જાતકો વચન પાલનમાં એટલા ગંભીર હોતા નથી. લફરાંબાજીમાં અને પ્રેમ પ્રદર્શિત કરવામાં તેઓ આદર્શ હોઇ શકે છે. વૃશ્ચિક જાતકો જીદ્દી અને દૃઢ નિર્ધાર ધરાવનાર હોય છે અને જો તેઓ ચાહે તો તુલા જાતકોને પ્રેમ અને સંબંધોનો સાચો અર્થ સમજાવી શકે છે. બંનેને પડકારો અને જોખમો ઊઠાવવા ગમે છે, તેથી તેમની વચ્ચેના સંબંધો કંટાળાજનક નથી હોતા. બંને જણા જુદાજુદા ગુણો ધરાવે છે. આ ગુણોનો જો રચનાત્મક ઉપયોગ કરાય તો તેઓના સંબંધો સુખી નીવડી શકે છે.

તુલા પુરુષ અને વૃશ્ચિક મહિલા વચ્ચે સુસંગતતા
તુલા પુરુષના અહંકારી અને રંગીન સ્વભાવને કારણે વૃશ્ચિક સ્ત્રીમાં હંમેશા પોતે ઉપેક્ષિત થઇ હોવાની ભાવના ઉદભવે છે. તુલા પુરુષને મોજમજા ગમે છે, તે દેખાવડો હોય છે અને પ્રિય પાત્રની ખુશામત કરવાનો તેનો સ્વભાવ છે. આ જોઇને વૃશ્ચિક સ્ત્રી રોષે ભરાય છે, તેનામાં બદલો લેવાની ભાવના જાગૃત થાય છે, તેમની વચ્ચે ઝઘડા થાય છે. જેના પરિણામે તેમની વચ્ચેના સંબંધોનો અંત આવે છે. જો તેમણે તેમની વચ્ચેના સંબંધોની ગાંઠ મજબૂત બનાવવી હોય તો પોતપોતાના અહં છોડીને એકબીજા સાથે સમાધાન કરવું જોઇએ. વ્યકિતગત રીતે જોઇએ તો બંને સારી વ્યકિતઓ છે તેથી તેઓ બંને એકબીજાના ગુણોની સરાહના કરે અને સમજે તો જરૂરી સંતુલન તેઓ મેળવી શકે છે.

તુલા સ્ત્રી અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક પુરુષ તુલા સ્ત્રીના સૌંદર્ય અને તેની નિર્દોષતા જોઇને તેના પ્રેમમાં પડે છે. પરંતુ આ સંબંધ કદાચ થોડા સમય માટે જ ટકી શકે છે. એમ છતાં, આ સંબંધો લાંબા સમય સુધી ટકાવવા હોય તો બંને પક્ષે જોરદાર પ્રયત્નો કરવાની જરૂર છે. વૃશ્ચિક પુરુષો ગાઢ પ્રેમ કરનારા હોય છે. પરંતુ ઇર્ષાળુ સ્વભાવના કારણે તેઓ તુલા સ્ત્રી પર હંમેશા શંકા કરતા હોય છે. પરિણામે બંને વચ્ચેના સંબંધો બગડે છે. આ બંને વચ્ચેનું લગ્નજીવન કેટલું ટકે તેની સામે એક પ્રશ્નાર્થ જ છે. જોકે, તેમની વચ્ચેની થોડા સમય માટેની મિત્રતા કે સંબંધ બંને માટે ખૂબ આનંદદાયી રહે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે ભાગીદારીના કાર્યોમાં આગળ વધવા માટે બહેતર સમય છે પરંતુ ખાસ કરીને કોઈપણ નિર્ણય લેવામાં ચર્ચા કરવી અને અહં ન રાખવો. પ્રારંભિક ચરણમાં જન્મભૂમિથી દૂરના અંતરના કાર્યો અથવા આયાતનિકાસના કાર્યોમાં આગળ વધી શકો. તા. 20 અને 21ના રોજ…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે આ સપ્તાહ એકંદરે આપની તરફેણમાં જણાઈ રહ્યું છે. શરૂઆતના ચરણમાં તમે પ્રિયપાત્ર સાથે કમ્યુનિકેશન અને વાકછટાથી સામીપ્ય વધારશો અને તમારા સંબંધોમાં પરિપકવતા વર્તાશે. તમે પ્રોફેશનલ અને પર્સનલ સંબંધો વચ્ચે સંતુલન…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે હાલમાં તમારે મની મેનેજમેન્ટ શીખવાની જરૂર છે. તમારી પાસે નાણાંની આવક થશે પરંતુ ખર્ચનું આયોજન નહીં હોય તો અણઘડ ખર્ચના કારણે કેટલાક મહત્વના કાર્યોમાં નાણાં અભાવે વિક્ષેપ આવી શકે છે. દેશાવર કાર્યો અથવા દૂરના અંતરેથી…

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે હાલમાં અનુકૂળ સમય છે. તમારા પંચમ સ્થાનમાં ગુરુની ઉપસ્થિતિ અભ્યાસ માટે ઉપયોગી રહેશે. અભ્યાસ અંગે ચર્ચા કરવા માટે અથવા બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવા માટે ઠીક સમય નથી. તા. 22 અને 23ના રોજ અભ્યાસમાં તમે સૌથી વધુ…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય મામલે અત્યારે ખાસ ચિંતાની જરૂર નથી અને મોટાભાગના સમયમાં તમે ઉત્સાહ તેમજ સ્ફુર્તિનો અહેસાસ કરશો અને તમારા કાર્યોમાં આગળ વધી શકો. જોકે, છેલ્લા દિવસે બપોર પછી તમે થાક અનુભવો અને મન પણ થોડું બેચેન રહેશે. નાક-કાન-ગળાને…

નિયતસમયનું ફળકથન