For Personal Problems! Talk To Astrologer

તુલા જાતકોના સંબંધો

તુલા જાતકોના સંબંધો

તુલા જાતકો મિત્ર તરીકેઃ
તુલા જાતકો તેમના મિત્રો માટે ઘણા સારા સલાહકાર સાબિત થાય છે ઉપરાંત તેમની સલાહને અનુસરીને આગળ વધતા મિત્રો ક્યારેય મુશ્કેલીમાં મુકાતા નથી. આપ ઘણા સારા મિત્ર બની શકો છો પરંતુ ખૂબ ઝડપથી મિત્રોથી વિખૂટા પણ પડી જાવ છો. તુલા જાતકો પાસેથી અશક્ય બાબતની અપેક્ષા ન રાખી શકાય. માનવીય સંબંધોમાં તેઓ લુબ્રિકેન્ટ(ઉંજણ)નું કામ કરે છે અર્થાત્ સંબંધો વચ્ચે ઘર્ષણ થતું ટાળે છે.

તુલા જાતકો માતા તરીકેઃ
માતા તરીકે તુલા જાતકો તેમના સંતાનો બુધ્ધિમાન અને હોંશિયાર દેખાય તે માટે ખૂબ જ મહેનત કરે છે. સંતાનોના ઉછેર દરમિયાન તેઓ વિવેકી બને તેના પર ખાસ ધ્યાન આપે છે. આપના સંતાનોને શિસ્તના પાઠ શીખવવાનું આપને થોડું અઘરું પડશે. આ માટે આપ સંતાનોને ધમકી આપી ડરાવશો પરંતુ તેઓ પણ સમજે છે તેમને કંઈ થવાનું નથી.

તુલા જાતકો પિતા તરીકેઃ
પિતા તરીકે તુલા જાતકો સંતાનો પ્રત્યે માયાળુ, ઉદાર અને સરળ હોય છે. સ્વભાવે આપ ઘણા ઉદાર હોવાથી ચતુર સંતાનો આપના સ્વભાવનો ઝડપથી ફાયદો ઉઠાવે છે. આપ સંતાનો પ્રત્યે વધુ પડતું નરમ વલણ રાખો છો અને તેમની સાથેના સંબંધોમાં થોડા નબળા પુરવાર થાવ છે. આપનામાં લડવાનો જુસ્સો છે જેથી સંતાનોને તેમના તરફથી ન્યાયી વ્યવહારની ખાતરી મળશે.

તુલા સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર