તુલા અને મીન રાશિ વચ્ચે સુસંગતતા
જો આ બંને રાશિઓ વચ્ચે સંબંધ બંધાય તો ઘણી બધી ગુંચવણો અને મુંઝવણો ઊભી થવાની શકયતા છે, અને અંતે સંબંધોમાં ભંગણા આવે છે. મીન જાતકો ખૂબ સંવેદનશીલ અને અસમંજસમાં રહેનારા હોય છે. બીજી તરફ તુલા જાતકો ખૂબસુરત વ્યકિતત્વ ધરાવનાર અને પ્રફુલ્લિત સ્વભાવના હોય છે. મીન જાતકો રીસાળ અને અતડા સ્વભાવના હોય છે. તુલા જાતકો સર્જનશીલ, ઉષ્માભર્યા અને ઉત્કટ પ્રેમ ધરાવનાર હોય છે, પરંતુ સંબંધો ટકાવી રાખવા માટે બંને પક્ષે ઘણા પ્રયત્ન કરવા જરૂરી છે.
તુલા પુરુષ અને મીન મહિલા વચ્ચે સુસંગતતા
તુલા પુરુષ અને મીન મહિલા વચ્ચે સંબંધો લાંબા સમય સુધી ટકી રહેવાની શકયતાઓ નહિવત છે. શરૂઆતના તબક્કે બંને વચ્ચેનો રોમાન્સ પૂરજોશમાં હોય છે. બંને કલાપ્રેમી અને દયાભાવ રાખનારા છે. એમ છતાં કયારેક મીન મહિલા પોતાના વધુ પડતા સંવેદનશીલ સ્વભાવના કારણે તુલા પુરુષના આનંદભર્યા મૂડને બગાડી નાખે છે. બંને વચ્ચે બહુ મોટા મતભેદો હોવાથી આ સંબંધો સુમેળભર્યા નથી. રહેતા. તેઓ બંને પોતપોતાની દુનિયામાં એટલા વ્યસ્ત રહે છે કે બંને જણાં એકસાથે ખુશ અને સુખી રહી શકે તેવું વિશ્વ શોધી કાઢવું તેમના માટે મુશ્કેલ બને છે.
તુલા સ્ત્રી અને મીન પુરુષ વચ્ચે સુસંગતતા
સમસ્યાઓ અને તેના નિરાકરણ પ્રત્યે તુલા સ્ત્રીનો દૃષ્ટિકોણ મીન પુરુષ કરતા જુદો હોય છે. મીન પુરુષ જાતક સમસ્યાનો ઉકેલ લાગણીની દૃષ્ટિએ શોધવાનો પ્રયાસ કરશે. જ્યારે તુલા સ્ત્રી જાતક બુદ્ધિથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો ઉપાય શોધશે. એમ છતાં આ બંને રાશિના જાતકો પ્રગાઢ પ્રેમ, કલા અને સંગીતમાં એકબીજા સાથે ઘણી સારી સુસંગતતા ધરાવે છે. ગમે તે હોય પરંતુ તેમની વચ્ચે અનિવાર્યપણે ઘર્ષણ થાય જ છે, તેથી સંબંધો ટકાઉ રહેતા નથી.