For Personal Problems! Talk To Astrologer

તુલા – તુલા સુસંગતતા

તુલા અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા

તુલા જાતકો ખૂબ આનંદી, વિનમ્ર અને ઉદાર સ્વભાવના હોય છે. તેઓ ચુંબકીય આકર્ષણ ધરાવતા વ્યક્તિત્વના સ્વામી હોય છે, અને લોકોને પોતાના આકર્ષણથી વશમાં રાખી શકે છે. તુલા જાતકો પોતાના મિલનસાર અને આનંદી સ્વભાવથી પોતાના જીવનસાથીને ખુશ રાખે છે. જો કે તુલા જાતકો ખૂબ સંવેદનશીલ અને નિર્ણયશક્તિનો અભાવ ધરાવનારા હોય છે. કયારેક તેઓ આનંદી મૂડમાં હોય તો કયારેક ઉદાસ મૂડમાં હોય છે. તેઓ કલા રસિક હોય છે અને તેથી અન્ય લોકોની કલાત્મકતા અને સર્જનાત્મકતા તથા બુદ્ધિમત્તા તરફ આકર્ષાય છે. જો બધી વાતમાં સંતુલન કેવી રીતે રાખવું એ શીખી જાય તો તુલા જાતકો માટે બધું જ સારું છે.

તુલા પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ બંને વચ્ચેનો સુમેળ કયારેય ટોચ પર ન પહોંચી શકે કારણ કે બંનેના સ્વભાવની એક સરખી લાક્ષણિકતાઓ હોવાના કારણે સંબંધોમાં સંતુલનનો અભાવ રહે છે. જીવનભર તેમની એક જ ગતિ ચાલ્યા કરે છે. તુલા સ્ત્રીઓ સામાન્ય રીતે ખૂબ વફાદાર અને નિષ્ઠાવાન હોય છે. જ્યારે તુલા પુરુષો ખુબ સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે. બંનેમાંથી કોઇપણ પાત્ર એકબીજા પર વર્ચસ્વ જમાવતું નથી પરંતુ લગ્નજીવનને લાંબો સમય ટકાવી રાખવું હોય તો બંનેએ એકબીજાને આદર આપવો જોઇએ અને સમજવા જોઇએ.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક પ્રગતી માટે આપને ઘણી સારી તકો મળશે. તમારામાં ઉત્સાહ પણ ખૂબ સારો જળવાશે. પરંતુ હાલમાં કોઇપણ નવું કાર્ય શરૂ કરવામાં અથવા નવું સાહસ ખેડવામાં અણધાર્યા ફેરફારોની પુરી શક્યતા હોવાથી દરેક ડગલું ફુંકીને ભરજો. દેશાવર…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમપ્રસંગો માટે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. વાણીની મીઠાશથી આપ પ્રિયવ્યક્તિ સમક્ષ પોતાના દિલની વાત સારા અંદાજમાં રજૂ કરી શકશો અને તેનો પ્રતિભાવ પણ ઘણો સારો આવશે. સપ્તાહના પહેલા દિવસે તમારામાં રોમાન્સની લાગણી વધુ…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક ઉન્નતિ વાળુ સપ્તાહ કહી શકાય. તમે રોજિંદી આવકના સ્ત્રોતોમાં વધારો કરો અથવા વર્તમાન સ્ત્રોતોમાંથી સારી એવી કમાણીની તક હાંસલ કરો તેવું બની શકે છે. આપની જુની ઉઘરાણીના કાર્યો સપ્તાહના પૂર્વાર્ધમાં સુપેરે પાર પડી શકે છે….

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શૈક્ષણિક કારકિર્દીમાં નવા શિખરો સર કરવા માંગતા જાતકોની મહેનત હાલમાં રંગ લાવશે. જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે તેમને થોડો વિલંબ થઇ શકે છે. સિલેક્શનમાં અનિશ્ચિતતા વધી શકે છે. મેડિકલ, એન્જિનિયરિંગ, રિસર્ચ જેવા ઉચ્ચ અભ્યાસ…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય માટે આપે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. પગના સ્નાયુઓને લગતી તકલીફ અથવા સાંધાની બીમારી હોય તો અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. જોકે, મોટાભાગના સમયમાં તમારી…

નિયતસમયનું ફળકથન