તુલા અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા
આ બંને જાતકો વચ્ચે સારો તાલમેલ હોવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે બંને રાશિઓને એકબીજાના પૂરક બનવું ગમે છે. તુલા અને સિંહ જાતકોને સામાજિક મેળાવડાઓમાં હાજરી આપવી ગમે છે. એક સાથે રોમાન્સની પળોમાં ખોવાઇ જવું, અને પ્રેમી પંખીડાની જેમ એકબીજાના સહવાસમાં વધુ ને વધુ સમય ગાળવો ગમે છે. આ યુગલ તેમના સ્વભાવની વ્યક્તિગત વિરોધી લાક્ષણિકતાઓના કારણે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ હોય છે. બંને જણાને રેસ્ટોરાંમાં જમવું, લોંગડ્રાઇવ પર જવું અને ડાન્સ કરવાનો ગમે છે.
તુલા પુરુષ અને સિંહ મહિલા વચ્ચે સુસંગતતા
આ બંને વચ્ચેના પ્રેમ સંબંધો જવલ્લે જ જોવા મળે તેવા હોય છે. બંને જણાં પોતપોતાની આંતરિક લાગણીઓ નિઃસંકોચ વ્યકત કરતા અચકાતા નથી. પોતાના તરફ પૂરતું ધ્યાન અપાય એવી પુરુષની ઇચ્છાને સ્ત્રી પોતાના નિઃસ્વાર્થ અને નિષ્ઠાવાન સ્વભાવથી પૂરી કરે છે. તુલા પુરુષ સૌથી રોમેન્ટિક સૂર્ય રાશિ હોઇને તેને મેળવીને સિંહ મહિલા ધન્યતા અનુભવે છે. તેમના સ્વભાવ વચ્ચે ઘણી સામ્યતાઓ હોવાના કારણે બંને જણા વચ્ચે ઘણો સારો તાલમેલ રહે છે.
તુલા મહિલા અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા
તેમની વચ્ચેના સંબંધો પ્રેમ, રોમાન્સ, ઉત્કટતા, મોજમસ્તી અને ઉત્તેજનાભર્યા હોય છે. તેમની વચ્ચે સારી એકરાગતા હોય છે અને કોઇ સમસ્યાઓ સર્જાતી નથી. તુલા સ્ત્રીમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે. પરંતુ સિંહ પુરુષ તે કામ સંભાળી લે છે. તેથી તેઓ એકબીજાના પૂરક બની રહે છે. જીવનની સુંદરતમ વસ્તુઓ પ્રત્યે તુલા સ્ત્રીને લગાવ હોય છે, સિંહ પુરુષ તેમાં તેને સાથ આપે છે. પ્રાચીન કલાત્મક વસ્તુઓ ખરીદવાની તુલા સ્ત્રી શોખીન હોય છે, જેના માટે સિંહ પુરુષ તેને છૂટથી પૈસા ખર્ચવા દે છે.