Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
તુલા – મિથુન સુસંગતતા
તુલા અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા
તુલા અને મિથુન જાતકો બંને સમૂહમાં રહેવાનું અને સમાજમાં હળવા મળવાનું પસંદ કરે છે. તુલા જાતકો પોતાના પ્રિયજનોનું ઘણું ધ્યાન રાખે છે, અને બંને વચ્ચે પ્રેમનો સેતુ તુલા જાતકના આ જ ગુણના લીધે મજબૂત રહે છે. દરેક બાબતમાં તેઓ એકબીજા સાથે સહમત હોય છે. તેમની વચ્ચે એટલી સમજદારી હોય છે કે વાદવિવાદ થવાને કોઇ અવકાશ જ રહેતો નથી. મિથુન જાતકો તુલા જાતકના પ્રેમમાં ડુબેલા રહે છે. બંને જાતકો અત્યંત બુદ્ધિશાળી અને બૌદ્ધિક સ્તરે સમાનતા ધરાવતા હોવાથી આ જોડી કયારેય કંટાળો અનુભવતી નથી.
તુલા પુરુષ અને મિથુન મહિલા વચ્ચે સુસંગતતા બંને જાતકો ખૂબ કલ્પનાશીલ હોય છે. મિથુન જાતકો ખૂબ સામાજિક અને મિલનસાર હોય છે. તુલા જાતકો ઝનૂની હોય છે. તેની પ્રેમપ્રચૂર ચેષ્ટાઓ અને રોમેન્ટિક સ્વભાવ મિથુન મહિલા જાતકને ખુશ કરે છે. તેઓ બંને એકબીજાની સ્વતંત્રતાનો આદર કરે છે અને પોતાની વાતને વળગી રહેતા નથી આ હકીકત પરથી જ એ સાબિત થઇ શકે કે તેમની વચ્ચે ખૂબ સારો તાલમેલ જળવાઇ રહે છે. ખૂબ સારું જીવન જીવવા માટે તેમણે પૈસાની બચત કરવાની ખૂબ જરૂર છે. કારણ કે બંને પૈસા ખર્ચવામાં ઉડાઉ હોય છે.
તુલા મહિલા અને મિથુન પુરુષ વચ્ચે સુસંગતતા તેમની વચ્ચેના અદ્ભુત તાલમેલને જોતાં જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ આદર્શ જોડી રહે છે. તુલા સ્ત્રી જાતક પ્રેમની ઉત્કટતા અને પ્રેમને પ્રર્દિશત કરવાની આકર્ષક કલાથી મિથુન પુરુષને આકર્ષે છે. મિથુન પુરુષ હરવા ફરવાના અને સમાજમાં બધાને હળવામળવાના શોખીન હોય છે તેથી તુલા સ્ત્રી તેનાથી આકર્ષાય છે. તેની પ્રભાવિત વાકછટા પણ તુલા સ્ત્રીને આકર્ષવા માટે પૂરતી છે. તેનો સાહસિક સ્વભાવ અને આકર્ષક વ્યક્તિત્વ તુલા સ્ત્રીને પોતાની તરફ ખેંચે છે. તેમની વચ્ચેના સંબંધોમાં એક માત્ર અવરોધ એ છે કે બંને જણાં મુસીબત વહોરી લે તેવા જોખમી નિર્ણયો લઇ બેસે છે.