For Personal Problems! Talk To Astrologer

તુલા વિસ્તૃત સમજ

તુલા રાશિ વિશે વિસ્તૃત સમજ

વેચવા માટેની કોઈ વસ્તુ ત્રાજવામાં મૂકી રહેલો માણસ એ તુલા રાશિનું પ્રતીક છે. કાળપુરૂષના પેઢુ પર તેનો અમલ છે અને વેપારની જણસો જ્યાં વેચાતી હોય તેવા સ્થળોએ તથા સારા શાકભાજી ઉગાડતી જમીન પર તેનું નિવાસસ્થાન છે.

રાશિચક્રની સાતમી રાશિ તુલા મનમોહક અને ખૂબસૂરતી સાથે સંકળાયેલી રાશિ છે. રાશિચક્રની આ રાશિથી એક નોંધપાત્ર પરિવર્તન એ જોવા મળે છે કે છેલ્લી છ રાશિઓ વ્યક્તિના વિશ્વ સાથેના સંપર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે અગાઉની છ રાશિઓએ પોતાની જાતને કેન્દ્ર સ્થાને રાખી છે.

સૌપ્રથમ તો તુલા જાતકોને એકલતામાં રહેવું પસંદ ન હોવાથી તેઓ હંમેશા સમાજમાં બધાને હળવું મળવું પસંદ કરે છે. તેમનું ધ્યાન હંમેશા લોકોને મળીને કેવી રીતે તેમની સાથે સંબંધો વધારવા તે તરફ હોય છે. તેમનો સિદ્ધાંત એક કરતા બે ભલા જેવો હોવાથી તેઓ માને છે કે વ્યક્તિગત પ્રયાસ કરતા સહિયારા પ્રયાસમાં કામ વધારે સારું થાય છે. તેઓ નિષ્પક્ષ રીતે સુમેળ અને સહકારથી તથા ઈમાનદારીથી કામ કરનારા હોય છે. તેમની સાથે કામ કરવામાં જોડાતી વ્યક્તિઓને પણ તેમની સાથે કામ કરવું ગમે છે. ઘર- પરિવાર હોય કે લગ્નજીવન દરેક જગ્યાએ તેઓ ખૂબ જ સંનિષ્ઠ સાથીદાર પુરવાર થાય છે, જ્યારે તેઓ પ્રેમમાં પડે છે ત્યારે પરિપૂર્ણ વ્યક્તિ બની જાય છે અને કોઈ કસર છોડતા નથી.

તુલા રાશિનું પ્રતીક ત્રાજવાં છે અને તે જે રીતે બંને પલ્લાને સમતોલ રાખે છે તે રીતે જ તુલા જાતકો પણ તેમના વ્યવહાર અને વર્તનમાં સમતુલા જાળવનારા હોય છે. તેઓ તટસ્થ, ન્યાયી અને અન્ય લોકોના ભલામાં કાર્ય કરનારા હોય છે. કોઈની પણ સાથે સંઘર્ષ કે ઝઘડો ટાળવામાં તેઓ માનતા હોવાથી તેમના સ્વભાવમાં સહજપણે જ ન્યાયપૂર્ણ પ્રમાણિક વ્યવહાર કરવાનું વલણ દેખાય છે. શાંતિ અને સુમેળ મેળવવાની અપેક્ષામાં ક્યારેક તેઓ મનથી અસ્થિર અને અનિર્ણાયક પણ બની જાય છે. તુલા જાતકો ખૂબ જ સારા વ્યૂહરચનાકાર અને આયોજકો બની શકે છે, કારણ કે તેઓ ઘણી સ્વસ્થતા અને સંતુલન સાથે દરેક કાર્ય પાર પાડી શકે છે. બીજું કે, તેઓ મિલનસાર અને મળતાવડાં પણ હોય છે.

મુત્સદ્દી સ્વભાવના તુલા જાતકોને અણઘડ અને અસંસ્કારી વર્તન જરાય ગમતું નથી. સૌથી સુંદર અને મોહક વ્યક્તિત્વ ધરાવતા આ જાતકોને સુંદરતા કુદરતી બક્ષિસ તરીકે મળેલી છે. તેમની સરળતાથી કામ કરવાની ઢબના કારણે તેઓ ઈચ્છે તે રીતે કામ કરી શકે છે અને લોકો પણ તેમનો સરળતાથી સંપર્ક સાધી શકે છે. તેઓ દયાળુ, ઉદાર અને મુત્સદ્દી હોય છે અને લોકો તેમના માટે કામ કરવા તત્પર રહે છે. તુલા જાતકો પણ બદલામાં તેમનું કામ કરી આપે છે અને એટલા જ મદદરૂપ થાય છે. તુલા જાતકો આળસુ હોવાનું ઘણીવાર તેમના પર દોષારોપણ થાય છે પરંતુ આની પાછળનું કારણ એ છે કે તેઓ વધારે પડતું કામ કરતા હોવાથી પછી તેમને થાક ઉતારવા માટે અને તાજગી મેળવવા માટે આરામ કરવાની જરૂર પડે છે. તેમ છતાં અનિર્ણાયકતા તુલા જાતકોની સૌથી મોટી ખામી છે. દરેક બાબતની સારી નરસી બાજુઓ તપાસવામાં અને તેની તુલના કરવામાં તેઓ એટલો સમય કાઢી નાખે છે કે પોતાના કામ સમયસર કરી શકતા નથી. પરિણામે કામમાં વિલંબ થાય છે. અણગમતી પરિસ્થિતિઓનો સામનો કરવા કરતાં તેઓ મુશ્કેલ નિર્ણયોને શક્ય એટલા પાછળ ઠેલે છે. જો કે કોઈ ઝઘડો કે વિવાદ ઉકેલવા માટે હંમેશા તુલા જાતકોને બોલાવવામાં આવે છે કારણ કે તેઓમાં કોઈપણ વિવાદનો ન્યાયપૂર્ણ ઉકેલ લાવવાની સૂઝ હોય છે.

વિવાદનો ઉકેલ લાવતી વખતે પોતે જે નિર્ણય લે તે જ યોગ્ય છે એવું સામેવાળાના મગજમાં તેઓ ઠસાવી શકે છે. એમ છતાં નિર્ણય અંગે સર્વાનુમતિની રાહ પણ જુએ છે અને તેનો અમલ કરવાની ઉતાવળ નથી કરતા. પરંતુ તેમને કોઈની સલાહ લેવી ગમતી નથી. જ્યારે કોઈ તેમને સલાહ આપે તો તેઓ થોડીવાર માટે એકદમ ઝઘડાળુ, બેચેન, મુંઝાયેલા અને હતાશ બની થાય છે. પણ થોડીવારમાં જ તેઓ પાછા પોતાના અસલ રંગમાં આવી જાય છે. તેઓ સૌંદર્યના પ્રશંસક પણ હોય છે. દરેક વાતને હળવાશથી લેવાનો સ્વભાવ, તેમનું મોહક વ્યક્તિત્વ અને રમૂજવૃત્તિ, કુનેહ તેમ જ નાટકીય ઢબથી તેઓ નવા નવા મિત્રોને પોતાની તરફ આકર્ષે છે અને પોતાના પ્રશંસકોને ખુશ રાખે છે. તુલા જાતકોને ઓફીસ હોય કે ઘર પરંતુ પોતાની આસપાસનું વાતાવરણ ખૂબ સુંદર અને આલ્હાદક રાખવાનું ગમતું હોવાથી તેઓ સુશોભન માટે ઉત્કૃષ્ટ કલાકૃતિઓ વગેરેનો સંગ્રહ પણ કરે છે. ઘર ચોખ્ખું રાખવાના આગ્રહી હોય છે, અને આવી ભૌતિક સુખસગવડો મેળવવા માટે તેઓ પ્રેમમાં પડવાના નાટકો પણ કરે છે. પરંતુ તુલા જાતકો ક્યારેય અવિચારીપણે પ્રેમમાં પડેલા જોવા મળતા નથી, કારણ કે તેઓ જે કંઈપણ કરે તે બહુ ચીવટપૂર્વક કરતા હોય છે. તેમ છતાં લોકપ્રિય બનવાની તેમની ઝંખનામાં ક્યારેક તેઓ મુસીબત વ્હોરી લે છે કારણ કે તેઓ તે માટે કોઈ જાણીતી વ્યક્તિને સાંભળવા ગમતી વાતો પછી તે સાચી હોય કે ખોટી તો પણ કહીને પોતે પણ તેમની હરોળમાં આવવા ઈચ્છે છે. જો કે, આમાં પણ તેઓ તટસ્થ રીતે અને વ્યક્તિ સાથેના સંબંધોથી અલિપ્ત રહીને જ કહેતા હોય છે. અતિશયોક્તિ કરતા નથી.

તુલા જાતકો બધાને ખુશ રાખવા ઈચ્છે છે, કારણ કે સામેની વ્યક્તિ દ્વારા કરાયેલી પ્રત્યેક દલીલ તેમને દમદાર જ લાગતી હોય છે. પરંતુ તેઓ કોઈ એક નિર્ણય પર જલદી આવી શકતા નથી. કામ કે કામની માત્રાનો આધાર તેમના મૂડ પર નથી હોતો. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં એકસરખું જ કામ કરે છે. તેથી વિજ્ઞાન કે નેવિગેશન કોઈપણ વિષયમાં તેમને રસ પડે છે. ખાસ કરીને માનસિક શાંતિ હોય ત્યારે તેઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે. નાણાંની બાબતમાં તુલા જાતકો નસીબદાર હોય છે. તેઓ પોતાનાથી આર્થિક રીતે ચડિયાતા હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરે છે અથવા તેમની સાથે બિઝનેસમાં ભાગીદારી રાખે છે. જેના કારણે તેમને ભરપૂર નાણાં મળે છે. વધારે નાણાં મળવાથી તેઓ ઉડાઉ પણ બને છે. ક્યારેક જો તેમને આર્થિક તંગી પડે તો પૈસાની મદદ કરવાવાળા પણ ઘણા લોકો તેમને મળી જાય છે. મિત્રોથી સતત ઘેરાયેલા રહેવાનું તેમને ગમતું હોવાથી અવારનવાર ભોજનસમારંભો અને પાર્ટીઓનું આયોજન કરતા રહે છે. તેઓ ખૂબ જ સારા યજમાન હોય છે. તેઓ પોતાને ત્યાં આવતા અતિથિઓની સંપૂર્ણ સુખસગવડ જળવાય તેની તકેદારી રાખે છે. આટલી મોટી સંખ્યામાં મિત્રવર્તુળ અન્ય લોકો માટે ઈર્ષા અને શંકાનું કારણ પણ બની શકે છે. તેમના મૈત્રિપૂર્ણ અને મળતાવડા સ્વભાવના કારણે પરિવારજનો સાથે પણ તેમનો સુમેળ રહે છે. પરિવારજનોને ખુશ અને સંતુષ્ટ રાખવા માટે તેઓ દરેક રીતે ઘસાઈ જાય છે. તુલા જાતકનું ઘર સ્વચ્છ અને સુખસગવડો વાળું હોય છે, જેમાં રંગબેરંગી ફૂલો ઉગાડેલો બગીચો હોઈ શકે છે. જો આ શક્ય ન હોય તો તેઓ ઘરમાં ઈન્ડોર પ્લાન્ટ્સ જરૂર લગાડતા જોવા મળે છે.

તેઓ કોઈપણ એક દલીલની પ્રત્યેક બાજુ પર કલાકો સુધી ચર્ચા કરી શકે છે. તેઓ ઘણા સારા વકીલ, ન્યાયાધીશ કે રાજદ્વારી મુત્સદ્દી બની શકે છે. તેમની નસેનસમાં કલા વ્યાપેલી હોય છે. તેઓ ઘણા સારા ચિત્રકાર, ફેશન ડિઝાઈનર અને ખાસ કરીને સંગીતક્ષેત્રે ઉત્તમ કલાકાર પણ બની શકે છે. બીયર કે શરાબનો બિઝનેસ તેમના માટે લાભદાયી રહે છે.

તુલા જાતકો માટે લાગણીના સંબંધોમાં બંને પક્ષે સમાન આદાન-પ્રદાન હોવું જરૂરી છે. કોઈ તરફ, માત્ર લાગણી કે મિત્રતાથી થતાં આકર્ષણને પ્રેમ સમજી લેવાની તેઓ ભૂલ કરી બેસે છે જેથી ગેરસમજ ઊભી થાય છે અને આ કારણે જીવનમાં તેમને આ પ્રકારના આકર્ષણો વારંવાર થતા હોવાથી જીવનભર સાથ નિભાવવાનું વચન આપતા પહેલાં તેમણે પોતાની રીતે દરેક બાબતને ખૂબ સાવધાનીથી તુલાનાત્મક રીતે વિચારીને પછી જ આગળ વધવું જોઈએ. મિથુન, તુલા અને કુંભ જાતકો સાથે તેમને સારો મનમેળ રહે છે તેથી તેમની સાથેના પ્રણય કે લગ્ન સંબંધમાં સફળતા મળે છે.

તુલા રાશિનો અધિપતિ શુક્ર હોવાથી તુલા જાતકો વિજાતીય વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષનારા, શોખીન, સંસ્કારી, સુંદર વસ્તુઓના પ્રસંશક, મધુરભાષી, આર્ટિસ્ટિક, સ્ટાઈલિશ અને દુનિયાની પ્રત્યેક સુંદર વસ્તુનો આનંદ ઉઠાવનારા હોય છે. મોજીલી મનોરંજક વાતો કરવામાં તેઓ ઉસ્તાદ હોય છે પરંતુ ક્યારેક તેમાં પણ હદ ઓળંગી જતા હોય છે. સામાન્યપણે ગપ્પાં-ગોષ્ઠિના શોખીન તુલા જાતકો કંટાળી જાય ત્યારે ઉદાસ, અતડા અને આળસુ પણ બની જાય છે.

તુલા સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર