For Personal Problems! Talk To Astrologer

તુલા નક્ષત્ર

તુલા નક્ષત્ર

ચિત્રા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ ત્વાશતવ છે અને સ્વામી મંગળ છે. આ નક્ષત્રમાં શોખીનપણું વધારે જોવા મળે છે. આ જાતકોને ઘણા વિષયોનો શોખ હોય છે. એક વિષયમાં તેઓ કેન્દ્રીત થતા નથી. તેમને હરવા-ફરવાનો પણ શોખ હોય છે. કપડાં, નાટક, સિનેમા, ખાવાપીવા વગેરેના તેઓ શોખ ધરાવે છે. તેમની આંખોમાં સ્થિરતા જોવા મળતી નથી. તેમનામાં સફળતાની આશા મુકી શકાય. આ જાતકો વધુ પડતુ મગજ દોડાવતા નથી.

સ્વાતિ નક્ષત્રઃ

આ નક્ષત્રના દેવ વાયુ છે અને સ્વામી રાહુ છે. આ રાશિ અને નક્ષત્ર ધરાવતા જાતકોમાં એકાગ્રતા અને સફળતા જોવા મળે છે. ધ્યેય નક્કી કરી આગળ વધવામાં તેમજ તુલા રાશિના બધા જ સારા ગુણ આ નક્ષત્રમાં વિકસે છે. તેઓ તકની રાહ જુએ છે અને સારી તક મળતા જ ઝડપી લે છે. આ જાતકો નસીબદાર પણ હોય છે.

વિશાખા નક્ષત્રઃ

આ નક્ષત્રના દેવ ઈન્દ્ર-અગ્નિ છે અને સ્વામી ગુરુ છે. તુલા રાશિ સાથે આ નક્ષત્રમાં જન્મેલા જાતકોમાં સફળતા ઓછી જોવા મળે છે. તેઓ મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય છે. આ જાતકો ઓછા શોખીન હોય છે. તેમના મનમાં હંમેશા વિરોધાભાસી વિચારો જ ચાલતા હોય છે. તેઓ દ્વીધામાં જોવા મળે છે. જાતીય સુખની બાબતમાં પણ તેઓ દ્વીધામાં રહેતા હોવાથી આ બાબતે ઠંડા પડે છે.
 

તુલા સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર