For Personal Problems! Talk To Astrologer

તુલા – કર્ક સુસંગતતા

તુલા અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

તુલા જાતકો મળતાવડા અને આનંદી સ્વભાવના હોય છે. જ્યારે કર્ક જાતકો મૂડી અને લાગણીશીલ સ્વભાવના હોય છે. તેઓ બંનેની જરૂરિયાતો જુદીજુદી હોવાથી બંને જણાં એકબીજાની જરૂરિયાતો પૂરી ન કરી શકે તેવી સંભાવના છે. તુલા જાતકો સામાજિક મેળાવડાઓમાં અને સાહસ કરવામાં આનંદ અનુભવે છે. જ્યારે કર્ક જાતકોને ઘરમાં રહેવું વધારે ગમે છે. તેઓને એકાંત ગમે છે. કર્ક અને તુલા જાતકો વચ્ચે પ્રેમ અને રોમાન્સ એટલો પ્રગાઢ નથી હોતો કારણ કે કર્ક જાતકો ઘણા લાગણીશીલ હોય છે અને તેઓ સામા પાત્ર પાસેથી વધારે કાળજી અને સંભાળ ઇચ્છે છે પરંતુ તુલા જાતકો વ્યવહારૂ હોવાથી તેઓ કર્ક જાતકની ઇચ્છાઓને સમજી શકતા નથી.

તુલા પુરુષ અને કર્ક મહિલા વચ્ચે સુસંગતતા
જયોતિષશાસ્ત્રના જણાવ્યા મુજબ જ્યારે બે રાશિઓની વ્યકિતઓ વચ્ચે સંબંધ બંધાય ત્યારે તેમની વચ્ચે સુમેળ હોવો ખૂબ જરૂરી બની રહે છે. તેઓ બંનેની ઉન્નતિમાં રાશિમેળ કેવું કામ કરે છે એ બાબત બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એ દૃષ્ટિએ આ બંનેની યુતિ બહુ સારો તાલમેલ ધરાવતી નથી. પ્રેમની શોધમાં રહેતી કર્ક મહિલા તુલા પુરુષને સતત પ્રેમ અંગે ફરિયાદ અને કકળાટ કર્યા કરે છે, આના કારણે તુલા પુરુષ ગુસ્સે ભરાય છે અને હતાશ થાય છે. આ યુગલની જરૂરિયાતો જુદીજુદી હોવાથી ગણેશજી તેમને સંપૂર્ણ યુગલ માનતા નથી.

તુલા સ્ત્રી અને કર્ક પુરુષ વચ્ચે સુસંગતતા
કર્ક પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચેના પ્રેમ સંબંધો સારા રહેતા નથી. બંને જણાને એકબીજાની ચિંતા ન હોવાથી તેમની વચ્ચે લાગણીનો સેતુ બંધાતો નથી. એક તરફ તુલા સ્ત્રીનો હાથ પૈસા ખર્ચવામાં છૂટો હોય છે, જ્યારે કર્ક પુરુષ પૈસાનું મહત્વ સમજે છે, અને પૈસા કમાવા પાછળ લાગ્યો હોય છે. કર્ક પુરુષ ખૂબ લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે પરંતુ તુલા સ્ત્રી કોઇપણ વાત ગંભીરતાથી લેતી નથી અને તેની પરવા કરતી નથી. આથી કાયમી ધોરણે તેમની વચ્ચેના સંબંધો ટકી શકતા નથી. પરંતુ ગણેશજીને એમ પણ લાગે છે કે બંને રાશિઓના જાતકો પુખ્ત વિચારો સાથે સંબંધો જાળવવા પ્રયત્ન કરે તો તે તૂટી નહીં જાય.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક પ્રગતી માટે આપને ઘણી સારી તકો મળશે. તમારામાં ઉત્સાહ પણ ખૂબ સારો જળવાશે. પરંતુ હાલમાં કોઇપણ નવું કાર્ય શરૂ કરવામાં અથવા નવું સાહસ ખેડવામાં અણધાર્યા ફેરફારોની પુરી શક્યતા હોવાથી દરેક ડગલું ફુંકીને ભરજો. દેશાવર…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમપ્રસંગો માટે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. વાણીની મીઠાશથી આપ પ્રિયવ્યક્તિ સમક્ષ પોતાના દિલની વાત સારા અંદાજમાં રજૂ કરી શકશો અને તેનો પ્રતિભાવ પણ ઘણો સારો આવશે. સપ્તાહના પહેલા દિવસે તમારામાં રોમાન્સની લાગણી વધુ…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક ઉન્નતિ વાળુ સપ્તાહ કહી શકાય. તમે રોજિંદી આવકના સ્ત્રોતોમાં વધારો કરો અથવા વર્તમાન સ્ત્રોતોમાંથી સારી એવી કમાણીની તક હાંસલ કરો તેવું બની શકે છે. આપની જુની ઉઘરાણીના કાર્યો સપ્તાહના પૂર્વાર્ધમાં સુપેરે પાર પડી શકે છે….

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શૈક્ષણિક કારકિર્દીમાં નવા શિખરો સર કરવા માંગતા જાતકોની મહેનત હાલમાં રંગ લાવશે. જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગે છે તેમને થોડો વિલંબ થઇ શકે છે. સિલેક્શનમાં અનિશ્ચિતતા વધી શકે છે. મેડિકલ, એન્જિનિયરિંગ, રિસર્ચ જેવા ઉચ્ચ અભ્યાસ…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય માટે આપે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. પગના સ્નાયુઓને લગતી તકલીફ અથવા સાંધાની બીમારી હોય તો અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. જોકે, મોટાભાગના સમયમાં તમારી…

નિયતસમયનું ફળકથન