For Personal Problems! Talk To Astrologer

તુલા – મેષ સુસંગતતા

તુલા અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા

આ બંને રાશિના જાતકો એકબીજા સાથે લાગણીના મજબૂત બંધનથી બંધાયેલા હોય છે. મેષ જાતકો કોઇપણ નિર્ણય લેતા પહેલાં પરિણામો વિષે વિચારતા નથી. જ્યારે તુલા જાતકો કોઇપણ નિર્ણય પર આવતા પહેલાં તેની સારી નરસી બાબતો અંગે વિચારે છે. તુલા જાતકો બીજા લોકોએ લીધેલા નિર્ણયોનો પણ આદર કરે છે, જ્યારે મેષ જાતકો પોતાના જ નિર્ણયને વળગી રહે છે. જો આ પાયાનો તફાવત દૂર થઇ જાય તો તેમના સંબંધોમાં સુમેળ જળવાઇ રહે છે.

તુલા પુરુષ અને મેષ મહિલા વચ્ચે સુસંગતતા
તુલા પુરુષની માનસિક સ્થિતિ હાલક ડોલક હોય છે જેથી જલદી કોઇ નિર્ણય પર આવી શકતા નથી. તે હંમેશા નવી-નવી સંભાવનાઓ અંગે વિચારતો રહે છે. જ્યારે મેષ મહિલાનો આવેગવાળો અને અધીરો સ્વભાવ તુલા પુરુષ દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ સાથે તાલમેલ સાધી શકતો નથી. એક સારી બાબત આ બંને વચ્ચેની એ છે કે તુલા પુરુષ પોતાની સ્ત્રીના મનમોજી અને લાગણીશીલ સ્વભાવની સંભાળ લે છે. બીજી તરફ મેષ મહિલા જાતક તુલા પુરુષની ઉદાસીની પળોમાં સાથ આપવા હંમેશા તૈયાર હોય છે.

તુલા સ્ત્રી અને મેષ પુરુષ વચ્ચે સુસંગતતા
બંને વ્યકિતઓ બહિર્મુખી અને પ્રેમનું આદાનપ્રદાન ખૂબ સારી રીતે કરનારી છે. તેમને બૌદ્ધિક ચર્ચા વિચારણાઓમાં રસ પડે છે. પરંતુ આ બધું જેમ હોવું જોઇએ તે રીતે નથી હોતું તેથી જયોતિષશાસ્ત્ર આ સંબંધો બહુ લાંબા ન ટકે એવું માને છે. મેષ જાતકને લડવું ઝઘડવું ગમે છે. જ્યારે તુલા જાતક પોતાના શાંત જગતમાં વિહરતો હોય છે. તુલા સ્ત્રીની અનિર્ણાયકતાથી મેષ જાતક પોતાનો મિજાજ ગુમાવે છે, જ્યારે મેષ પુરુષનો આક્રમક સ્વભાવ તુલા સ્ત્રીની માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે. એકમાત્ર શબ્દ ‘સમાધાન જ તેમના પ્રશ્નોનો નિવેડો લાવે શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વ્યવસાયમાં તમને મહેનત પ્રમાણે ફળ મળશે પરંતુ નસીબના ભરોસે બહુ રહેવું નહીં. પહેલા અને છેલ્લા દિવસને બાદ કરતા મોટાભાગના સમયમાં તમે કામકાજમાં ધ્યાન આપી શકશો. વિદેશમાં કામકાજ અર્થે જવાનું કામ પાર પડી શકે છે તેમજ તેમાં કોઇ…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

જેઓ પહેલાથી જ પ્રેમ સંબંધોમાં જોડાયેલા છે તેમના સંબંધોમાં પરિપકવતા આવશે. પ્રેમના બંધન મામલે આપ વધુ ગંભીર બનશો. આપ એકબીજાના જીવનસાથી બનવાનો નિર્ણય લઈ શકો છો. જોકે હાલમાં તમારા સ્વભાવમાં અહંની ભાવના અને જીવનસાથી પર પ્રભૂત્વની…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારી નાણાભીડ ધીમે ધીમે ઓછી થશે. આપને નુકસાન કરતા લાભના યોગો વધારે પ્રબળ છે. તમારા મોટાભાગના કાર્યો પણ આવકને કેન્દ્રમાં રાખીને કરો જેથી ઉત્તરાર્ધમાં લાભની શક્યતા વધશે પરંતુ છેલ્લા દિવસે ખર્ચના સંકેત મળી રહ્યા છે….

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે વિદ્યાભ્યાસ ઉપરાંત અન્ય વિષયોમાં રુચિપૂર્વક ઊંડા ઉતરશો. પરંતુ ખાસ કરીને જેઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે તેમને વધુ મહેનત કરવી પડશે. જેઓ વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગે છે તેમને…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપની શરીર સુખાકારી સારી રહેશે પરંતુ પહેલા અને છેલ્લા દિવસે માનસિક અશાંતિ રહ્યા કરશે. કોઈપણ કામકાજમાં આપને આળસ નહીં વર્તાય છતાં પણ તેમાં આપ મજબૂરીથી જોડાયેલા હોવ તેવી ભાવના રહેવાથી કાર્યસંતોષ નહીં મળે. આ સમયમાં…

નિયતસમયનું ફળકથન