For Personal Problems! Talk To Astrologer

તુલા – કુંભ સુસંગતતા

તુલા અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

આ યુગલ વચ્ચે ઘણી બધી સમાનતાઓ હોય છે અને તેઓ સંબંધોનો ભરપૂર આનંદ માણી શકે છે. બંનેને બધા સાથે હળવુંમળવું અને નવા મિત્રો બનાવવાનું ગમે છે. એમ છતાં કુંભ જાતકોનો વધારે પડતો ગુસ્સો અને હતાશાના કારણે આવતી આક્રમકતા તુલા જાતકોની લાગણીના તંતુને સ્પર્શી જાય છે અને તેમને દુઃખ પહોંચાડે છે. તેથી કુંભ જાતકોએ તુલા જાતકો સાથેના વર્તનમાં આ બાબતે ખૂબ સાવધાન રહેવું જોઇએ. બંને જાતકોને સમાજમાં હળવું મળવું ગમે છે અને તેઓ સ્વતંત્રતા પ્રિય છે તેથી એકબીજાની સંગતમાં કંટાળતા નથી. તેથી તેમની વચ્ચેના સંબંધો ઉત્તેજના અને રોમાન્સભર્યા રહે છે.

તુલા પુરુષ અને કુંભ મહિલા વચ્ચે સુસંગતતા
આ બંને જાતકો વચ્ચેના પ્રેમ સંબંધો ખૂબ રોમેન્ટિક અને ઉમળકાભર્યા રહે છે. કયારેક તુલા પુરુષ પોતાના વારંવાર બદલાતા મિજાજના કારણે સ્ત્રીનો મૂડ બગાડી નાખે છે, અને કુંભ મહિલા પણ પોતાની જડતાપૂર્ણ વર્તણૂંકથી પુરુષને ઉશ્કેરે છે. એમ છતાં, તુલા પુરુષનું આનંદી અને જીવંત વ્યક્તિત્વ કુંભ મહિલાને તેની તરફ ખેંચે છે, અને તે પણ પોતાની સુંદરતા અને બુદ્ધિથી પુરુષને મંત્રમુગ્ધ કરે છે. આથી આ બંને વચ્ચેના સંબંધો મજબૂત અને આત્મીયતા ભર્યા હોય છે.

તુલા મહિલા અને કુંભ પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંને જાતકોના સંબંધમાં ઉષ્મા, પ્રેમ અને રોમાન્સ બહુ સ્પષ્ટ જણાઇ આવે છે. પુરુષ તુલા સ્ત્રી જાતકના મોહક અને જીવંત વ્યકિતત્વથી ઉત્તેજિત થાય છે. કુંભ પુરુષ તેને ખૂબ પ્રેમ કરે છે અને તેને પ્રેમની દુનિયાની સફર કરાવે છે. તે સ્ત્રીને સ્વતંત્રતા આપે છે, અને તેના સહવાસમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરે છે. એકબીજાની સફળતા માટે બંને પ્રયત્ન કરે છે. નાના-નાના મતભેદો હોવા છતાં બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ રહે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયમાં આ સપ્તાહે તમે શરૂઆતથી જ કેન્દ્રિત રહેશો માટે ચિંતા જેવું નથી. સેલ્સ અને માર્કેટિંગ, કમ્યુનિકેશન અથવા વાણીનું મહત્વ હોય તેવા ક્ષેત્રોમાં થોડુ ધ્યાન રાખવું પડશે. નવા સાહસો ખેડવામાં અથવા કામકાજમાં નવી શરૂઆત કરવામાં…

તુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો મામલે આ સપ્તાહ એકંદરે સારું જણાઈ રહ્યું છે. શરૂઆતથી જ તમે પ્રિયપાત્ર સાથે સંપર્કમાં રહેશો. તમારી વચ્ચે વિજાતીય આકર્ષણ જળવાઇ રહેશે. જોકે, પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં અથવા પહેલાંથી સંબંધોમાં હોવ તો કમ્યુનિકેશનમાં…

તુલા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને નાણાંની આવક સારી પ્રમાણમાં રહેશે. નોકરિયાતો અને છૂટક કામકાજો દ્વારા કમાણી કરતા જાતકોને અગાઉ કરેલી મહેનત અત્યારે ઉગી નીકળશે. તમારી કાર્યનિષ્ઠા બદલ ઈનામ, પ્રોત્સાહન કે ઈન્સેન્ટિવરૂપે લાભ મળી શકે છે. સપ્તાહના…

તુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતથી જ આપ ગમ્મત સાથે જ્ઞાન મેળવીને હળવાફૂલ રહેશો. તમારામાં અભ્યાસ માટે થોડી રુચિ ઓછી હોય તો અત્યારે કારકિર્દીને અનુલક્ષીને કેટલાક નક્કર પગલાં ભરવાની તેમજ ચોક્કસ શિડ્યુલ બનાવવાની જરૂર છે જેથી પરીક્ષામાં સારું…

તુલા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

તમારું સ્વાસ્થ્ય આ સપ્તાહે જળવાઈ રહેશે અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. ઘરની બહારના સામાજિક કાર્યોમાં આપ સમય ફાળવી શકશો અને આ પ્રકારે આપ પ્રવૃત્તિમય રહેશો જેથી શારીરિક દૃષ્ટિએ પણ લાભ રહેશે. તેના કારણે આપનામાં શક્તિનો સંચાર થતો…

નિયતસમયનું ફળકથન