For Personal Problems! Talk To Astrologer

સિંહ રાશિ

સિંહ જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
સિંહ જાતકો ઊંચા, સપ્રમાણ અને મજબૂત દેહયષ્ટિ ધરાવતા હોય છે. લાંબા પગ, વિશાળ કપાળ, સુંદર તેજસ્વી આંખો, ઘાટા અને સોનેરી વાળ અને ધરાવતા સિંહ જાતકોને જોતાં પહેલી નજરે તેઓ ઉદાત્ત,ગર્વિષ્ઠ, સમતોલ અને બધાથી જુદા તરી આવે તેવા હોય છે.તેમના દાંત વધુ મજબૂત નથી હોતા. અવાજ ઊંડો અને ઘેરો હોય છે. છાતી પહોળી હોય છે. સિંહ જાતકોની ચાલ દમામદાર અને મોહક હોય છે.

સ્વાસ્થ્યઃ
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ જાતકોની કરોડરજ્જૂ, હ્રદય અને આંખો નબળી હોય છે. સિંહ જાતકોએ જરૂર ન હોય ત્યાં પોતાની શક્તિ ન વેડફવી જોઈએ.

સૌંદર્ય ટીપ્સઃ
સોનેરી અને કેસરી રંગ સિંહ જાતકોને વધારે સારા લાગે છે જેઓ હંમેશા અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા ઈચ્છતા હોય છે.ગૉલ્ડન મસ્કારા તેમની સુંદર તેજસ્વી આંખોની સુંદરતા વધારે છે. ઘેરા રંગનું નેઈલપૉલિશ અને ડાર્ક રંગના કોઈ પણ પોષાક તેમની ભવ્યતામાં વધારો કરે છે.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
સિંહ જાતકોને ભાવતી વસ્તુઓમાં ઇંડા, શતાવરી, અંજીર, લીંબુ, નારિયેળ, પીચ, સૂર્યમુખીના બીજ અને સફરજનનો સમાવેશ થાય છે. મધ અને માંસ એકદમ જરૂરી છે. શાકાહારી લોકોએ જેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય તે નિયમિત ખાવું જોઇએ.

આદતોઃ
સિંહ જાતકો તેમનામાં રહેલી રચનાત્મકતા, બુધ્ધિ અને સમજશક્તિ પર ઘણા મુસ્તાક હોય છે અને તેનો તેમને ગર્વ પણ હોય છે, તેમની આ હરકતો કોઈક વખત ચલાવી લેવાય પરંતુ લાંબા સમયે તે તેમની સાથેના માણસોમાં રોષની લાગણી ઉત્પન્ન કરે છે. તેમણે માત્ર પોતાની બડાશો ન હાંકતા અન્ય લોકોની ખૂબીઓને સ્વીકારતા અને તેની સરાહના કરતા પણ શીખવું જોઈએ.

સિંહ સાપ્તાહિક ફળકથન – 01-12-2019 – 07-12-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર