આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્વસ્થતાનો અનુભવ કરાવશે. નોકરી વ્યવસાયમાં વિધ્નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉ૫રી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે. એમ ગણેશજી કહે છે. ક્રોધને વશમાં રાખવો જરૂરી છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્તિભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.