For Personal Problems! Talk To Astrologer

સિંહ વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2020)

આર્થિક બાબતે આ વર્ષમાં બહુ ચિંતા જેવું નથી માટે તમે પોતાની જાત માટે અથવા આપ્તજનો માટે ખર્ચ કરવામાં પાછા નહીં પડો. એકંદરે તમારી જીવનશૈલી વધુ ઉન્નત થશે. તમે પ્રોપર્ટીમાં રોકાણ કરો તેવી પણ શક્યતા બનશે. આ વર્ષમાં તમે પરિવારની ખુશી માટે અથવા પોતાના ઘરમાં રિનોવેશન, ફર્નિચર, મોંઘી ચીજો વસાવવા પાછળ ખર્ચ કરો તેવી શક્યતા વધુ છે. વ્યવસાય કરતા જાતકો પોતાના કાર્યસ્થળે સજાવટ અથવા સુવિધાઓ વધારવા માટે ખર્ચ કરે તેવી શક્યતા છે. વર્ષના મધ્યમાં હરવા-ફરવા સંબંધિત ખર્ચ થવાની શક્યતા છે. આ સમયમાં ખાસ કરીને તમે કોઇ દૂરના અંતરની મુસાફરી કરો અથવા વિદેશમાં વેકેશન માણો તેવી શક્યતા નકારી શકાય નહીં. સંતાનો તરફથી હાલમાં આવકની બહુ આશા રાખવી નહીં કારણ કે તેમની પ્રવૃત્તિઓ અને આવક બાબતે મોટાભાગના સમયમાં તમે વાસ્તવિક સ્થિતિથી અજાણ રહેશો. રોજિંદી આવકના સ્ત્રોતોમાં ફેબ્રુઆરીના મધ્યથી આવક થોડી ધીમી થાય પરંતુ અન્ય માધ્યમોથી થતા લાભ વધી જશે. જોકે, તમે અત્યારે કરેલા પ્રયાસોથી લાંબાગાળાની આવક ઉભી કરવા માટે તમે નિશ્ચિત સ્ત્રોત તૈયાર કરવામાં સફળ રહેશો.
#

Trending (Must Read)

સિંહ સાપ્તાહિક ફળકથન – 05-07-2020 – 11-07-2020

સિંહ માસિક ફળકથન – Jul 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર

વધુ જાણો સિંહ