સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ સ્વાસ્થ્ય બાબતે સામાન્ય ફળદાયી જણાઇ રહ્યું છે. એક તરફ તમારું સ્વાસ્થ્ય અને ચુસ્તિસ્ફૂર્તિ સારા જળવાઇ રહે અને માનસિક ચિંતાઓમાંથી પણ હળવા થશો પરંતુ કેટલીક એવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે જે આગળ વધતા મોટી બીમારીમાં રૂપાંતરિત થઇ શકે છે. તેમાં ખાસ કરીને તમારે પેટ અને કિડની સંબંધિત બીમારીઓથી સાચવવું પડશે. જો જરૂર પડે તો ડૉક્ટરની સલાહ લઇને આગળ વધવુ અને દિનચર્યામાં પણ નિયમિતતા લાવવી જરૂરી છે. વર્ષ 2021નો મધ્ય ભાગ આરોગ્ય મામલે સામાન્ય રહેશે અને શરૂઆતના ચરણની તુલનાએ થોડી રાહત મળે પરંતુ વર્ષના અંતિમ મહિનાઓમાં ખુશીના સમાચાર મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં ઘણા અંશે સુધારો આવે બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.