સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021 સારું પરિણામ આપનારું રહેશે. તમે શિક્ષણમાં ઘણા સારા પરિણામો પ્રાપ્ત કરી શકો છો. તમે જે મહેનત કરી હશે તેનું ફળ આ વર્ષમાં ચોક્કસ મળશે. જો કોઇ સ્પર્ધામાં ભાગ લેશો તો તેમાં પણ સફળતાના ચાન્સ છે. સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાઓ પાસ કરી શકો અને તેમાં આવતા અવરોધો પણ હવે દૂર થાય. તમારા પ્રયાસોને ગતિ મળશે. ઉચ્ચ શિક્ષણ માટે વર્ષની શરૂઆતના બે મહિના ઘણા અનુકૂળ છે. આ સમયમાં તમારું પરફોર્મન્સ શ્રેષ્ઠ રહેશે. જો કોઇ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તો, વર્ષનો મધ્ય ભાગ બહેતર જણાઇ રહ્યો છે. તમારી ઇચ્છાઓને નવું પ્લેટફોર્મ મળશે. પોતાના કૌશલ્ય પર વિશ્વાસ રાખીને તમે ઘણા આગળ વધી શકો છો.