For Personal Problems! Talk To Astrologer

સિંહ વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2020)

પ્રોફેશનલ મોરચે આ વર્ષ પ્રગતિદાયક જણાઇ રહ્યું છે. નોકરિયાતોને સારી તકો મળી શકે છે પરંતુ ખાસ કરીને ફેબ્રુઆરીથી વર્ષાંત સુધી થોડો પરિશ્રમ વધારવાની તૈયારી રાખવી. એપ્રિલથી જુલાઇના અંત સુધી કામકાજમાં નવીનતા અને નવી વિચારસરણી તમને સફળતાના શિખરો સર કરાવી શકે છે. તમે આ વર્ષમાં પ્રોફેશનલ નેટવર્ક વધારવામાં સફળ રહેશો. આ વર્ષ દરમિયાન ખાસ કરીને મહેનતના વિકલ્પરૂપે તમે કોઇ ખોટો માર્ગ અપનાવો અથવા સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં આગળ વધો તે તમારા માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે છે માટે વધુ લાલચમાં આવીને કોઇપણ ખોટા કાર્યોમાં આગળ ના વધવાની ખાસ સલાહ છે. નોકરિયાતોને આ વર્ષમાં પોતાના હાથમાં રહેલા કાર્યો પાર પાડવા માટે થોડી મહેનતની તૈયારી રાખવી પડશે. કદાચ અત્યારે તમને તેનું આર્થિક વળતર નહીં મળે પરંતુ તેનાથી તમારી પ્રોફેશનલ સ્થિતિ વધુ મજબૂત થશે. આ વર્ષમાં તમે પ્રોફેશનલ બાબતે તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા વધુ મજબૂત કરવા પર ધ્યાન આપશો અને તેનાથી ફાયદો પણ થશે. માર્ચના મધ્યથી એપ્રિલનો મધ્ય અને જુલાઇના મધ્યથી ઓગસ્ટના મધ્ય દરમિયાન કામકાજમાં સરકારી અને કાયદાકીય પ્રશ્નો પરેશાન કરી શકે છે અથવા આવા કોઇ લાભો અટકી શકે છે.

સિંહ સાપ્તાહિક ફળકથન – 20-09-2020 – 26-09-2020

સિંહ માસિક ફળકથન – Sep 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર

વધુ જાણો સિંહ