For Personal Problems! Talk To Astrologer

સિંહ સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (13-10-2019 – 19-10-2019)

શરૂઆતમાં પહેલા બે દિવસ ક્રોધ અને હતાશાની લાગણી આપના મન પર છવાયેલી રહેશે. સ્‍વાસ્‍થ્‍ય નરમ-ગરમ રહેશે. ઘર-પરિવારમાં ખાસ કરીને સંતાનોના અભ્યાસ અને સ્વાસ્થ્યની ચિંતા ઉપરાંત ખર્ચની બાબતમાં પણ ચિંતા વધશે. સંબંધોમાં ગેરસમજ ટાળવાની સલાહ છે. આ સમયમાં આપની ધાર્મિક વૃત્તિ વધે. આપ જરૂરિયાતમંદોની સેવા, દાન-પુણ્ય કે ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ કરશો. બીજા દિવસે મધ્યાહન પછી આપની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. નોકરીમાં પણ યશ મળે અને આપના ખંત તેમજ કૌશલ્યના કારણે ઉપરીઓ આપની પીઠ થાબડશે. નોકરીમાં ઈન્સેન્ટીવ, બઢતી કે પગાર વધારાની શક્યતાઓ પણ છે. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. પ્રવાસ અને સ્‍વાદિષ્‍ટ ભોજનનો આનંદ માણી શકશો. દૂરના અંતરે કમ્યુનિકેશન વધશે અને તેનાથી આર્થિક ફાયદો થઇ શકે છે. લાંબાગાળાના રોકાણ દ્વારા આવકનો સ્ત્રોત ઊભો કરી શકો. વિદ્યાર્થીઓ માટે શરૂઆતના બે દિવસને બાદ કરતા સમય સારો છે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો સપ્તાહના મધ્યમાં સારી સિદ્ધિ હાંસલ કરી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ માસિક ફળકથન – Oct 2019

સિંહ વાર્ષિક ફળકથન – 2019

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ