સિંહ અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા
કન્યા જાતક પોતાની લાગણીઓ વ્યકત કરતાં શરમાય છે, પણ સિંહ જાતકને તેના સુંદર સ્વભાવ વિષે ગર્વ છે. આ બંને રાશિના જાતકો વચ્ચેના સંબંધો સિંહ જાતકનો ગર્વિષ્ઠ સ્વભાવ અને કન્યા જાતકની ટિકા-ટિપ્પણી કરવાની આદતના કારણે વણસે છે. સિંહ જાતકને દંભ અને આડંબર કરવો ગમે છે. જ્યારે કન્યા જાતક બને ત્યાં સુધી પ્રસિદ્ધિમાં આવવાનું ટાળે છે. જો બંને જાતકો એકબીજાના વલણને સ્વીકારવા તૈયાર હોય તો જ તેમની વચ્ચેના સંબંધો ટકી શકે છે. જો કન્યા જાતક પોતાના સિંહ રાશિના જોડીદારને વિનમ્રતા રાખવાનું શીખવે તો તેમની વચ્ચે તાલમેલ જળવાઇ રહે છે.
સિંહ પુરુષ અને કન્યા મહિલા વચ્ચે સુસંગતતા
સિંહ મહિલા જાતક અને કન્યા પુરુષ જાતક વચ્ચેના સંબંધો કરતા આ સંબંધમાં સફળતા મળવાની ઘણી શકયતાઓ છે. કન્યા સ્ત્રી જાતક પોતાનું કામ ખૂબ ચોકસાઇથી કરે છે અને એવી ઇચ્છા રાખે છે કે તેનો જોડીદાર તેના કામની પ્રસંશા કરે. સિંહ પુરુષ જાતકો ઘણી બધી અપેક્ષાઓ રાખનારા હોય છે, અને આથી ઉલટું કન્યા સ્ત્રી જાતક પુરુષને સારી રીતે તેનું વલણ સુધારવા સમજાવે છે. જો કન્યા સ્ત્રી જાતક સિંહ પુરુષ જાતકને તેનું વલણ બદલવાનું દબાણ કરે તો આ પ્રેમ સંબંધો ટકી શકે અને સફળ થઇ શકે છે.
સિંહ મહિલા અને કન્યા પુરુષ વચ્ચે સુસંગતતા
શરૂઆતના તબક્કામાં તેમની વચ્ચેના સંબંધો સારા રહે છે. પરંતુ બને ત્યાં સુધી આ સંબંધ ટાળવા જોઇએ. સિંહ મહિલા જાતક ખૂબ જ અપેક્ષાઓ રાખે છે, અને કોઇપણ કિંમતે પોતાની તમામ મનોકામના પૂરી થાય તેમ ઈચ્છે છે, જે બાબત કન્યા પુરુષ જાતક માટે શકય નથી. મહિલા પુરુષ પર પ્રેમનો વરસાદ વરસાવે છે, પરંતુ પુરુષને તેની બહુ પરવા હોતી નથી. કન્યા પુરુષ પોતાની અસામાન્ય વર્તણૂંકથી સિંહ મહિલાને હતાશ પણ કરે છે. તેથી આ બંને વચ્ચેના સંબંધો બહુ સારા સાબિત થતા નથી.