Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
સિંહ – વૃશ્ચિ સુસંગતતા
સિંહ અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા
સિંહ જાતકો ગર્વશીલ અને ઘમંડી હોય છે. જ્યારે વૃશ્ચિક જાતકો ઇર્ષાળુ અને માલિકી ભાવ ધરાવનારા હોય છે. આ બંને જાતકો વચ્ચે મોટાભાગે ઘર્ષણ થયા કરે છે અને તેમના સંબંધો કટુતાભર્યા બનતા છેવટે તેનો અંત આવે છે. બંને એકબીજા તરફ આકર્ષાય છે ખરા પરંતુ ગુસ્સાના કારણે એકબીજાને સહન કરવાનું તેમના માટે મુશ્કેલ બની જાય છે. પ્રેમની બાબતમાં સિંહ જાતકનું વર્ચસ્વ ધરાવવાનું અને શાહી વલણ વૃશ્ચિક જાતકથી સહન થતું નથી. ગણેશજી ચેતવણી આપતાં કહે છે કે આ બંને રાશિઓનું જોડાણ જોખમી પુરવાર થઇ શકે છે.
સિંહ પુરુષ અને વૃશ્ચિક મહિલા વચ્ચે સુસંગતતા સિંહ પુરુષની પ્રેમની અભિવ્યક્તિની રીત પણ ભવ્ય હોય છે અને રાજાશાહી રહેણીકરણીમાં માને છે. વૃશ્ચિક સ્ત્રી જાતક પુરુષના પ્રેમના દેખાડાથી અંજાતી નથી. તેનાથી વિપરિત, સિંહ પુરુષ જો તેની વધુ પડતી સારસંભાળ લે અને તેને લાગણી બતાવે તો તેના તરફ વધારે ઝુકે છે. બંને બળવાન અને આક્રમક હોય છે અને બંનેમાંથી કોઇપણ ઝૂકવા તૈયાર નથી હોતા કે સમાધાન કરવા નથી ઇચ્છતા. વૃશ્ચિક મહિલા સિંહ પુરુષના શક્તિશાળી અને નીડર વ્યકિતત્વથી પ્રભાવિત થાય છે. એમ છતાં આ જોડી વચ્ચે સારો તાલમેલ રહેતો નથી.
સિંહ મહિલા અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા સિંહ મહિલા જાતક પ્રેમની તલાશમાં ભટકતી રહે છે અને તે વૃશ્ચિક પુરુષના વધુ પડતા અપેક્ષાભર્યા વર્તનને સંતોષી શકતી નથી. તેથી તેમની વચ્ચેના પ્રેમ સંબંધો તાલમેલભર્યા રહેતા નથી. વૃશ્ચિક પુરુષ ક્રોધે ભરાઇને સ્ત્રી સાથે ઝઘડો વહોરી લે છે. તે સ્ત્રીના પ્રેમ અને ધીરજની પ્રસંશા કરે છે, પરંતુ જો તેને એવું લાગે કે સ્ત્રી પ્રેમનો દંભ કરે છે તો તે ઝનૂની બની જાય છે. સિંહ મહિલા જાતકને વૃશ્ચિક પુરુષ તરફથી તેને જોઇતું ધ્યાન અને સરભરા મળી જાય છે.