Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
સિંહ – ધન સુસંગતતા
સિંહ અને ધન રાશિ વચ્ચે સુસંગતતા
સિંહ અને ધન રાશિ વચ્ચેના સંબંધો રોમેન્ટિક હોય છે. તેઓ પરસ્પર ઉષ્માભર્યા સંબંધો ધરાવે છે. સિંહ જાતકોનો માલિકીભાવ ધન રાશિના જાતકોને તેમની સ્વતંત્રતા ન માણવા દે તેવું બને. આ બંને રાશિના જાતકો સ્વતંત્રતા, સાહસ અને નવા નવા લોકોને મળવામાં આનંદ અનુભવતા હોવાથી તેઓ બંને મળીને ખૂબ આકર્ષક યુગલ બને છે. કોઇકવાર ધન જાતકનો રંગીન સ્વભાવ સિંહ જાતકમાં ઇર્ષાની લાગણી જન્માવે છે, પરિણામે બંને વચ્ચેના સુમેળમાં નજીવી સમસ્યાઓ ઊભી થઇ શકે છે.
સિંહ મહિલા અને ધન પુરુષ જાતક વચ્ચે સુસંગતતા શારીરિક દૃષ્ટિએ બંને વચ્ચેનો તાલમેલ બહુ સારો રહે છે. બંને જણાને મોજ મજા કરવી અને જિંદગીને સંપૂર્ણ રીતે માણવી ગમે છે. ધન પુરુષ જાતકના બિન્દાસ સ્વભાવને જોતાં સિંહ મહિલા જાતકે સાવધાન રહેવું પડે છે અને પુરુષ પર નજર રાખવી પડે છે. ધન પુરુષ જાતક અને સિંહ મહિલા જાતક બંનેમાં પ્રેમ અંગેની ઉત્કટતા અને રૂચિ એક સરખી હોવાથી બંને વચ્ચે સારો તાલમેલ રહે છે. આ સંબંધમાં કેટલીક ઉણપોને બાદ કરતાં સામાન્ય રીતે બંને વચ્ચે ખૂબ સારો સુમેળ રહે છે.
સિંહ પુરુષ અને ધન મહિલા જાતક વચ્ચે સુસંગતતા તેઓ બંનેના સ્વભાવમાં ઘણી સામાન્ય લાક્ષણિકતાઓને જોતાં તેમનો પ્રેમ સંબંધ સારો રહે અને લાંબા સમય સુધી ટકી શકે. સિંહ પુરુષ જાતક તેમજ ધન મહિલા બંનેને પ્રસિદ્ધિમાં રહેવું પસંદ છે. રોમેન્ટિક પળોમાં તેમની પરસ્પરની સમજદારી જિંદગીનો ભરપૂર આનંદ ઊઠાવવાની તક પૂરી પાડે છે. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ બંનેના સંબંધ વધુને વધુ મજબૂત બનતા જાય છે. આ સંબંધો સારા અર્થમાં એકબીજાને જીવનસાથી બનાવવા માટે યથાર્થ છે.