સિંહ જાતકો મિત્ર તરીકેઃ
આપ ઘણાં સારા મિત્ર બનો છો. આપ લોકોને છેતરતા નથી. આપ મિત્રતામાં ગંભીર અને પ્રેમાળ હ્રદય ધરાવતા હોવ છો. જે વ્યક્તિ સિંહ જાતકની મિત્રતા ધરાવે છે તે નસીબદાર હોય છે.
સિંહ જાતકો માતા તરીકેઃ
પોતાના બાળક માટે સિંહ જાતક માતા પણ પિતા જેવું જ વલણ ધરાવતી હોય છે. આપ છોકરીઓ કરતા છોકરાઓને વધુ સારી રીતે સાચવી શકો છો. આપ બહાર રમાતી રમતોમાં ભાગ લેવા આપના બાળકને પ્રોત્સાહિત કરી તેમને ખૂબ સક્રિય રાખશો. માતાની ભૂમિકાને પણ આપ ખૂબ સારી રીતે નિભાવી જાણશો.
સિંહ જાતકો પિતા તરીકેઃ
સિંહ પિતાની રાશિ છે અને તે પિતૃત્વના સાક્ષાત સ્વરૂપ તરીકે બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ પ્રદર્શિત કરે છે. આપ દયાળુ, પ્રેમાળ, પ્રામાણિક અને અનેક રીતે પ્રભાવશાળી પિતા હોવ છો. આપ ઉત્સાહી હોવ છો અને હંમેશા એક બાળક જેવા ગુણો ધરાવતા હોવ છો. આપને બાળકો પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આપના બાળકો સાથે વધુ પડતા જીદ્દી ન બનશો અને તેમના જીવન પર આપ વધુ પડતા હાવિ ન થઇ જાવ તેનું ધ્યાન રાખજો.