મહિનાના પહેલા સપ્તાહમાં થોડો ખર્ચ થઇ શકે છે પરંતુ મોટાભાગનો ખર્ચ તમારા મોજશોખ, આભૂષણો અને વસ્ત્રોની ખરીદી અથવા કોસ્મેટિક્સ વગેરે માટે રહેશે. બીજા સપ્તાહમાંથી તમારી આવકમાં તબક્કાવાર વધારો થશે. પરિવાર માટે શરૂઆતમાં અચાનક કોઇ ખર્ચ કરો તેવી શક્યતા રહેશે. નિયમિત આવકના સ્રોતોમાંથી ધીમી પરંતુ એકધારી ગતિએ આવક મેળવી શકો.