આખા મહિના દરમિયાન વાયુવિકારના દર્દો, ત્વચાને લગતી તકલીફો, ગુપ્તભાગોની સમસ્યા, એલર્જીની સમસ્યા હોય તેમણે સારવારમાં વધુ ધ્યાન રાખવું. શરૂઆતમાં હાડકાને લગતી ફરિયાદો અથવા શરીરમાં થોડી નબળાઇ રહે પરંતુ ઉત્તરાર્ધમાં સ્થિતિમાં થોડો સુધારો આવશે. પાછલા પખવાડિયામાં ખાસ કરીને વધુ પડતુ વજન ઊંચકવાનું ટાળજો અન્યથા કમરના દુખાવાનો ભોગ બની શકો છો. બ્લડપ્રેશર અને કમરમાં દુખાવો હોય તેમણે ઉત્તરાર્ધમાં સાચવવું પડશે.