For Personal Problems! Talk To Astrologer

સિંહ – સિંહ સુસંગતતા

સિંહ અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

સિંહ જાતકો ઉષ્માભર્યા, વાકચાતુર્ય ધરાવનારા અને પ્રેમની બાબતમાં વધારે ઉત્કટ હોય છે. તેઓ હંમેશા પ્રશંસા ઝંખતા હોય છે અને તેમને હોય તેના કરતા વધારે ભપકો કરવાનો શોખ હોય છે. વિનય અને નમ્રતાનો તેમનામાં અભાવ હોય છે. તેઓ ભરોસાપાત્ર અને વફાદાર હોય છે પરંતુ મોટાભાગે ડંફાશ મારનારા અને મિથ્યાભિમાની, ભોગવિલાસમાં રાચનારા તેમજ જડપ્રકૃતિના હોય છે. બહુ ઓછી રાશિઓ સાથે તેમનો તાલમેલ જામતો હોવા છતાં તેમનો રોમેન્ટિક અને કામપ્રચુર સ્વભાવ બંને વચ્ચે એકરાગતા જાળવી રાખે છે.

સિંહ પુરુષ અને સિંહ મહિલા વચ્ચે સુસંગતતા
સિંહ જાતકો આત્મકેન્દ્રી એટલે કે સ્વાર્થી હોય છે. તેઓ બંને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા ઇચ્છતા હોવાથી એકબીજા પર પ્રભુત્વ ધરાવવાનો પ્રયાસ હંમેશા કરતા હોય છે. એટલે તેમની જોડી ખૂબ સફળ થાય છે અથવા તો પડી ભાંગે છે. બે માંથી કોઇપણ એક જાતક બીજા પર પ્રભુત્વ જમાવવાની કોશિશ કરે તો આ રાશિમેળ જામતો નથી. જો તેઓ એકબીજા પર વિશ્વાસ મૂકે અને એકબીજાના સંબંધ અને વિચારોની કિંમત આંકે તો તેમની વચ્ચે સુસંગતતા જળવાઇ રહે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતો માટે આ સપ્તાહ શુભફળદાયી જણાઈ રહ્યું છે. ઉપરીઓની કૃપાથી અને પોતાના બુદ્ધિબળથી આગળ વધવાની તકો સારા પ્રમાણમાં મળશે. ભાગીદારીના કાર્યોમાં પણ સારી રીતે આગળ વધી શકો અને નવા કરારો પણ થઇ શકે છે. દૂરના અંતરના કામકાજોમાં સારું…

સિંહ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે પ્રેમસંબંધો થોડી અનિશ્ચિતતાની સાથે સાથે થોડી વિરક્તીની ભાવના રહે અથવા કોઈપણ કારણથી પ્રિયપાત્રને સમય ન આપી શકો તેવું બની શકે છે. તમારામાં વિજાતીય આકર્ષણ હોવા છતાં સંબંધોમાં ક્યાંકને ક્યાંક વિશ્વાસનો અભાવ રહેશે. આવી…

સિંહ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ આર્થિક મોરચે મધ્યમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને વાહન, ઈલેક્ટ્રોનિક ચીજો, મશીનરી, આકસ્મિક ઈજા વગેરેની ખરીદી માટે તમે નાણાં ખર્ચી શકો છો. રોજિંદી આવકના સ્ત્રોતોમાંથી કમાણી થાય અને પૂર્વાર્ધમાં તમે રોકાણ અથવા પરિવાર માટે…

સિંહ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં શરૂઆતમાં તમે અભ્યાસમાં રુચિ લેશો અને આયોજનબદ્ધ આગળ વધશો પરંતુ ઉત્તરાર્ધમાં આપને સ્વાસ્થ્યમાં ઋતુગત સમસ્યાના કારણે અભ્યાસમાં અવરોધ આવી શકે છે. વ્યવસાયલક્ષી ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં અભ્યાસ સંબંધિત બાબતોમાં…

સિંહ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

જેઓ પહેલાથી જ કોઈ બીમારીથી પીડાતા હશે તેવા જાતકોને આ સપ્તાહમાં સ્વાસ્થ્યમાં વિશેષ કાળજી લેવી પડશે. જેઓ પિત્તની સમસ્યા, બ્લડપ્રેશર અને માઈગ્રેનની સમસ્યાથી પીડાય છે તેમણે છેલ્લા બે દિવસમાં વધુ સાવધાની રાખવી પડશે. સંતાન…

નિયતસમયનું ફળકથન