Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
સિંહ – મિથુન સુસંગતતા
સિંહ અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા
જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ કહીએ તો મિથુન અને સિંહ બંને રાશિના જાતકોને મોજમજા મનોરંજન ગમે છે, અને બંને સ્વભાવે સાહસિક હોય છે. તેથી એકબીજાના સહવાસમાં બંનેને ગમે છે. તેમની વાતો પણ બહુ જ રસપ્રદ હોય છે. પણ આટલું પૂરતું નથી. મિથુન જાતકની વિવિધ વિષયોમાં રૂચિ સિંહ જાતકમાં ઇર્ષા જન્માવે છે. સિંહ જાતકો ચિરકાલીન સંબંધો બાંધી શકે છે, જ્યારે મિથુન જાતકોમાં એવું નથી. મિથુન જાતકોનો એક સ્થળેથી બીજા સ્થળે ઠેકડા મારવાનો અને સ્થાયી ન રહેવાનો સ્વભાવ સિંહ જાતકના સ્વભાવ સાથે મેળ ખાતો નથી. સિંહ જાતકોનો અહં જલદી ઘવાતો હોવાથી મિથુન જાતકોની કરવત જેવી જીભથી અહંને ઠેસ પહોંચાડવાના પ્રસંગો અવારનવાર બને છે.
સિંહ પુરુષ અને મિથુન મહિલા વચ્ચે સુસંગતતા જયોતિષશાસ્ત્ર આ બંનેના પ્રેમસંબંધમાં ઘણી સારી સુસંગતતા હોવાનું કહે છે. તેઓને અજનબીઓ સાથે મળવું અને પાર્ટીઓમાં જવું ખૂબ ગમે છે. મિથુન સ્ત્રીને સિંહ પુરુષની રમૂજી વૃત્તિ ગમે છે, જ્યારે સિંહ પુરુષને મિથુન સ્ત્રીનો સાહસિક જુસ્સો સ્પર્શી જાય છે. તેમની વચ્ચેના સંબંધો રોમાન્સ અને ઉત્કટ પ્રેમથી ભરપૂર હોય છે. આ સંબંધો વચ્ચેના તાલમેલ ટકાવી રાખવા માટે તેમણે બંનેએ એકબીજાના પૂરક બનવું જોઇએ, અને તેમની સામે ગમે તેટલી લાલચ આવે તો પણ એકબીજાનો વિરોધ ન કરવો જોઇએ અને સાથે જ રહેવું જોઇએ.
સિંહ મહિલા અને મિથુન પુરુષ વચ્ચે સુસંગતતા મિથુન પુરુષ અને સિંહ મહિલા વચ્ચે ઘણી સારી સુસંગતતા હોય છે. બંને જણાને સમાજમાં હળવું મળવું અને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવું ગમે છે. આ સંબંધોમાં કયારેય કંટાળા જેવું તત્વ પ્રવેશી શકતું નથી. એમ છતાં સ્ત્રીએ પોતાનો શંકાશીલ સ્વભાવ છોડીને પુરુષને મુકતપણે હરવાફરવા દેવો જોઇએ. મિથુન પુરુષે પણ પોતાના રંગીન સ્વભાવ પર કાબુ રાખવો જોઇએ. સિંહ મહિલાએ પુરુષ પર પ્રેમ અને લાગણી વરસાવવી જોઇએ અને ઇર્ષાનો ત્યાગ કરવો જોઇએ.