Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
સિંહ – મકર સુસંગતતા
સિંહ અને મકર રાશિ વચ્ચે સુસંગતતા
સારા તાલમેલ માટે સિંહ અને મકર જાતકો વચ્ચે કોઇપણ સામાન્ય બાબત નથી. સિંહ જાતકને હંમેશા એશઆરામી અને વૈભવશાળી જીવન જીવવું ગમે છે જ્યારે મકર જાતક પૈસા બચાવવામાં માને છે. તેમની વચ્ચે રહેલી અસમાનતા બંને વચ્ચે સુમેળ રહેવા દેતી નથી. મકર જાતક એકાકી અને પરાણે જિંદગી જીવતા હોય છે. પરંતુ સિંહ જાતકો ખૂબ સંવેદનશીલ અને લાગણી પ્રધાન સ્વભાવના હોય છે. જો તેઓ બંને પોતપોતાની ખામીઓને પૂરવાનો પ્રયાસ કરે તો તેમનું જીવનનું ગાડું લાંબા સમય સુધી આગળ ગબડી શકે છે. નિષ્ઠા અને વફાદારી આ બે બાબતો તેમના સંબંધોને સમર્થિત કરી શકે છે.
સિંહ પુરુષ જાતક અને મકર મહિલા જાતક વચ્ચે સુસંગતતા આ બંનેએ સંબંધો તેમની વચ્ચે સુમેળ ટકાવી રાખવા ઘણા પ્રયાસો કરવા પડે છે. સિંહ પુરુષ જાતકનો ઝઘડાળુ અને વિલાસી સ્વભાવ મકર મહિલા જાતકના સ્વભાવ સાથે મેળ ખાતો નથી. મકર મહિલાને ઓછી વાતચીત કરવી પસંદ છે. જ્યારે સિંહ પુરુષ જાતક હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા ઇચ્છતો હોય છે. બંને જણાં દુનિયાને પોઝિટીવ દૃષ્ટિકોણથી જ જુએ છે, જે બાબત તેમના સંબંધો વિકસાવવામાં મદદ કરે છે. બંને વચ્ચે ખૂબ સરળ અને એકરાગ સંબંધો બનાવવા હોય તો ઇર્ષા, માલિકીભાવ કે એકલતાનો તેમણે ત્યાગ કરવો પડે.
સિંહ મહિલા અને મકર પુરુષ જાતક વચ્ચે સુસંગતતા સિંહ મહિલા જાતકો સ્વભાવે આઝાદ, મુક્ત વિચારસરણી ધરાવતી અને મદદ કરવાની ભાવના ધરાવતી હોય છે. પરંતુ મકર પુરુષ જાતક શુષ્ક સ્વભાવનો હોય છે. તેથી તેઓ બંને વચ્ચે સ્વભાવનો તાલમેલ જામતો નથી. સિંહ મહિલા જાતક શક્તિથી ભરપુર હોય છે અને જિંદગીમાં ગમે તે પરિસ્થિતિનો સામનો કરવો તૈયાર હોય છે. જ્યારે મકર પુરુષ સ્વભાવે ઓછા બોલો હોવાથી તેને સમાજમાં હળવું મળવું વધારે ગમતું નથી. આ સંબંધનો એકમાત્ર સારો ભાગ એ કહી શકાય કે બંને એકબીજા તરફ સારો આદર ધરાવે છે.