Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
સિંહ – મેષ સુસંગતતા
સિંહ અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા
સિંહ જાતકો સ્વભાવે ઉદાર હોય છે અને મેષ જાતકોનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય છે. ગમા-અણગમા પણ એકસરખા હોય છે, બંને મોજમજા, મનોરંજન, રોમાન્સ, સમાન ઉત્તેજના ધરાવતા હોય છે. સિંહ જાતકો મેષ જાતકોની સ્વતંત્રતાની જરૂરિયાતનો આદર કરે છે કારણ કે મેષ જાતકો સિંહ જાતકોની જિંદગીમાં વધારે દખલગીરી કરતા નથી. મેષ જાતકોને સિંહ જાતકનું આકર્ષણ અને વિચારો ગમે છે. સુમેળની દૃષ્ટિએ એકમાત્ર સમસ્યા એ છે કે બંને અહંકારી છે. જો સમાધાન કરતા શીખી જાય તો તેમની વચ્ચે બહુ સારો તાલમેલ રહે છે.
સિંહ પુરુષ અને મેષ મહિલા વચ્ચે સુસંગતતા જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ મેળ લગભગ સંપૂર્ણ કહેવાય છે. પુરુષ બહાર ફરવાનો શોખીન હોય છે. એ જ રીતે મહિલાને પણ નવા નવા સ્થળો જોવાની અને તે વિષે જાણવાની ઇચ્છા હોય છે. તેથી બંને ફરવાના શોખીન હોય છે. તેમના સંબંધો લાંબા સમય સુધી ટકે છે. સિંહ પુરુષ જાતક મેષ મહિલા જાતકની બુદ્ધિ અને જીવંતતા તેમજ જુસ્સાભર્યા સ્વભાવ પર ફીદા હોય છે. જ્યારે મેષ મહિલા સિંહ પુરુષના રોમેન્ટિક અને ઉદારતાભર્યા સ્વભાવ પર ફીદા હોય છે. સિંહ જાતકના અહંને સંતોષવાનો મેષ મહિલા જો પ્રયાસ કરે તો તેમના સંબંધો ચિરકાળ સુધી ટકી શકે છે. આના બદલામાં પુરુષ તે સ્ત્રીની જિંદગી પ્રેમ અને વિશ્વાસથી ભરી દેશે.
સિંહ મહિલા અને મેષ પુરુષ વચ્ચે સુસંગતતા આ બંને વચ્ચેનો તાલમેલ ખૂબ સારો હોય છે અને એકબીજાની પ્રસિદ્ધિને તેઓ ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. પુરુષને સાહસો ગમે છે અને સ્ત્રી રાજીખુશીથી તેની સાથે સાહસમાં જોડાય છે. જીવનની પ્રત્યેક બાબતોને સૂક્ષ્મ રીતે તપાસવી અને તેમાં ઊંડા ઊતરવું મેષ જાતકોને ગમે છે. જ્યારે મહિલાને નવા નવા પ્રદેશમાં નવા લોકોની સરાહના મેળવવી ગમે છે. જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ બંને રાશિઓનો સમન્વય ખૂબ સારો અને શક્તિશાળી ગણાય છે. તેઓ બંને કોઇ પણ બાબત એવી નથી જે એકબીજાની પૂરક ન હોય.