મિથુન વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2017)

આ વર્ષ આપના માટે મિશ્રફળદાયી રહે. ચોથા ભાવમાં ગુરુનું ભ્રમણ આકસ્મિક ધન લાભ આપશે. માનસન્માનમાં પણ વધારો થવાની શક્યતા છે. ક્યારેક આર્થિક ભીડ વર્તાશે પણ તે ટુંકાગાળા માટે જ રહેશે. 13 સપ્ટેમ્બર પછી પાંચમા ભાવમાં ગુરુનું ભ્રમણ વધુ સારૂ ફળ આપશે. 13 સપ્ટે. પછી દરેક કાર્યમાં સફળતા મળે. જીવનમાં સુખ અને આનંદની વૃદ્ધિ થાય. પૂર્વાર્ધમાં ચોથે ગુરુનું ભ્રમણ મકાન લેવાના કે મકાનમાં નવીનીકરણ અથવા સજાવટ પાછળ ખર્ચના સંજોગો ઉભા કરશે. મકાન સંબંધિત કોઈપણ ખર્ચ તમારી ધારણાથી વધુ થઈ જશે. શનિની દૃષ્ટિના કારણે થોડો વિલંબ કે મહેનત પછી સફળતા મળવાનો સંકેત પણ આપે છે. જન્મનો ગુરુ નબળો હશે તો ગોચરના ગુરુનું ભ્રમણ નુકસાનકારક થશે. આ વર્ષે ગોચરના ગુરુના ચોથા અને રાહુના ત્રીજા સ્થાનના ભ્રમણના કારણે પરદેશની મુસાફરીની સંભાવના પ્રબળ બનશે. આ દિશામાં પ્રયાસો કરતા હોય તેમને આશાનું કિરણ દેખાય. જીવનમાં ભાગ્યવૃદ્ધિની અગત્યની તક મળશે. પરંતુ 16-8 પછી રાહુનું બીજા સ્થાનમાં ભ્રમણ થતું હોવાથી થોડી આર્થિક તકલીફ પડશે. તારીખ 16-08-2017 થી 15-10-2017 સુધી શનિ આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં ફરીથી ભ્રમણ કરશે. આ સમય દરમિયાન શત્રુઓ અને વ્યવસાયિક પ્રતિસ્પર્ધીથી આપને પડકાર મળી શકે છે. આપ તેમને સંયમ અને ધૈર્યથી સંભાળી લેશો.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

મિથુન માસિક ફળકથન – Sep 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન